GSTV
Home » News » YouTube માટે રોલઆઉટ થયુ નવું ફિચર, Music અને Videoને એક જ બટનથી કરી શકશો સ્વિચ

YouTube માટે રોલઆઉટ થયુ નવું ફિચર, Music અને Videoને એક જ બટનથી કરી શકશો સ્વિચ

YouTubeએ પોતાના મ્યુઝીક અને વીડિયો સ્ટ્રીમિંગ એપ માટે એક નવું ફિચર રોલઆઉટ કર્યુ છે. આ ફીચર ઓડિયો અને વીડિયોને ફ્લિપ કરી શકશે. જોકે, નવું ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તે સોંગનો વીડિયો એપ પર ઉપલબ્ધ હશે. હાલમાં YouTube પર લગભગ 5 મિલિયન કરતાં પણ વધારે ગીતો ઉપલબ્ધ છે.

જેને નવા ફીચરની મદદથી સાંભળી શકાશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમે તમારા YouTube મ્યુઝીક એપમાં જઈને તે ગીતોના વીડિયો ઓપ્શનને જોઈ શકશો. તેના માટે તમારે એપમાં કોઈ સોંગને સિલેક્ટ કરવાનું રહેશે. સોંગ પ્લે કરતા સમયે તમને બે ઓપ્શન મળશે સોંગ કે વીડિયો. જેવું તમે વીડિયો પર ટેપ કરશો કે તમે YouTubeના વીડિયો સ્ટ્રીમિંગ એર દ્વારા વીડિયો સોંગ પ્લે કરી શકશો.

જો તમે કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને તમારે તે સોંગ ઓડિયો ફોર્મમાં સાંભળવું છે તો તમે વીડિયોમાંથી ઓડિયોમાં સ્વીચ કરી શકશો. તેના માટે તમારે સ્માર્ટફોનમાં YouTube મ્યુઝીક એપ અને YouTube એપ બંને હોવું જરૂરી છે. આ નવા ફીચરની સૌથી વધારે ખાસ વાત તો એછેકે,તમે આને સોંગની વચ્ચેથી પણ ઓડિયોમાંથી વીડિયો અને વીડિયોમાંથી ઓડિયોમાં સ્વીચ કરી શકશો. અને પ્લે થઈ રહેલાં સોંગને પૉઝ અથવા તો રોક્યા વગર પણ આ ફીચર કામ કરે છે.

જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમારે સેટિંગમાં જઈને મ્યુઝીક વીડિયો ઓપ્શનને ઓફ કરવાનું રહેશે. તેના માટે તમારે ડોન્ટ પ્લે મ્યુઝીક વીડિયોને ટૂગલ કરવાનું હોય છે. YouTube Musicએપને આ વર્ષે મે મહિનામાં ભારતમા લોંચ કરવામાં આવ્યુ છે. આ એપને તમે ફ્રીમાં યુઝ કરી શકો છો. પરંતુ ફ્રી વર્ઝનમાં તમને અમુક ફીચર મળશે નહી. એન્ડ્રોઈડ યુઝર્સ આ એપનું પ્રિમીયમ સબ્સક્રિપ્શન લેવા માટે દર મહિને 99 રૂપિયા ભરીને લઈ શકે છે. પ્રીમીયમ યુઝર્સને આ નવા ફિચરનો ઉપયોગ કરી શકશે.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!