GSTV
Home » News » યુઝર્સ માટે YouTube લાવ્યું નવું ફીચર, ઉપયોગથી વપરાશે ઓછો ડેટા

યુઝર્સ માટે YouTube લાવ્યું નવું ફીચર, ઉપયોગથી વપરાશે ઓછો ડેટા

યૂઝર્સ માટે નવું ફિચર લઈને આવ્યું છે. આ ફિચર આવવાથી YouTube Music યૂઝર્સના ડેટા પહેલા કરતા ઓછો વાપરશે. આજથી શરૂ થતી આ સર્વિસ ઘણી કામની સાબિત થશે જ્યારે સ્લો વાઈ-ફાઈ કનેક્શનથી યૂઝર્સને વીડિયો બફર કરવો પડે છે.

હવે એવી સ્થિતિમાં યૂઝર વીડિયોથી તરત જ ઓડિયો સ્વીચ કરી શકશે અને ગીતની મજા માણી શકશે. જ્યારથી યૂટ્યૂબ મ્યૂઝીક લોન્ચ થયું છે ત્યારથી યૂઝર્સ તેમાં વીડિયોથી ઓડિયોમાં સ્વિચ કરવાનું ફિચર માંગી રહ્યા હતા. યૂટ્યૂબે યૂઝર્સની આ માંગને ધ્યાનમાં લેતા નવા ફિચરને જારી કર્યું છે.

આ ફિચરના લાઈવ થતા સાથે જ યૂઝર્સને હવે મ્યૂઝીક પ્લેયરમાં ઉપર એક ટોગલ (બટન) જોવા મલશે જેને ટેપ કરી પ્લે કરવાથી ગીતનો ઓડિયો કે વીડિયો ફોર્મેટમાં સ્વિચ કરી શકાશે. આ ફિચરની સૌથી ખાસ વાત એ છે કે ગીતને ટાઈમ સ્વિચ કરે છે. યૂટ્યૂબે જણાવ્યું કે, તેણે અત્યાર સુધી પોતાના ઓફિશિયલ મ્યૂઝીક એપ સાથે 50 લાખ ગીતોને મેચ કર્યા છે. આ સાથે જ કંપની આવનાર સમયમાં વધુ પણ ગીતો બહુ જલ્દી મેચ કરવા માંગે છે.

જેથી સ્લો ઈન્ટરનેટ કનેક્શન પર યૂઝર્સને વીડિયોથી ઓડિયોમાં સ્વિચ કરવામાં મુશ્કેલી ન પડે. તમામ યૂટ્યૂબ પ્રીમિયમ અને યૂટ્યૂબ મ્યૂઝીકના પ્રીમિયમ યૂઝર્સ મ્યૂઝીક એપ માટે આવેલા નવા ફિચરને એક્સેસ કરી શકશે. કંપનીએ આ ફિચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ છે અને થોડા દિવસોમાં આ તમામ યૂઝર્સ સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે, આ ફિચરને એન્જોય માટે તમારા એન્ડ્રોઈડ કે આઈઓએસ ડિવાઈસ પર યૂટ્યૂબ મ્યૂઝીક એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂર છે.

Read Also

Related posts

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!