GSTV

YouTubeએ લોન્ચ કર્યું નવું ફીચર, વધુ પૈસા કમાઈ શકશે કન્ટેન્ટ ક્રીયેટર / જાણો શું છે ખાસ?

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

YouTube  એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ YouTube એ Super Thanks રાખ્યું છે. આ ફીચરથી ક્રીયેટર્સને નવી રીતે પૈસા કમાવવાની તક મળશે. આ ફીચર હજુ ક્રીયેટર્સ માટે ઘણા દેશોમાં ઉપલબ્ધ થઇ ગયું છે.

યુટ્યુબ

Super Thanks ફીચરની મદદથી YouTube કન્ટેન્ટ ક્રીયેટર્સ નવી રીતે પૈસા કમાઈ શકે છે. આ ફીચરની મદદથી યુઝર્સ ક્રીયેટરના વીડિયોને જોતા સમયે Super Thanks ખરીદી શકે છે. Super Thanksને ફેવરેટ ક્રીયેટરને સપોર્ટ કરવા માટે ખરીદવામાં આવે છે.

YouTube

તેની કિંમત 2 ડોલર (લગભગ 150 રૂપિયા)થી શરૂ થાય છે અને 50 ડોલર એટલે કે લગભગ 3730 રૂપિયા સુધીની હોય છે. એક વખત દેન આ વિડીયો પેજ પર ખરીદશે તો YouTube અનલિમિટેડ GIF કલર કમેન્ટની સાથે એડ કરી દેશે. તેની સાથે તેમનું પરચેઝ હાઈલાઈટ થશે. તેના પર ક્રીયેટર રિસ્પોન્ડ કરી શકશે.

આ ફીચર ક્રીયેટર્સ અને વ્યૂઅર્સ માટે 68 દેશોમાં ડેસ્કટોપ અને મોબાઈલ ડિવાઇસ માટે ઉપલબ્દ છે. તેને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને મોબાઈલ ડિવાઇસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે જે અધૂ ક્રીયેટર્સ સુધી તેને આ વર્ષના અંત સુધીમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

YouTube એ જણાવ્યું કે આ ફીચર અમુક પ્રકારના વિડીયો માટે ઉપલબ્ધ નહીં હોય. તેમાં પ્રાયવેટ, એજ રિસ્ટ્રિક્ટેડ, અનલિસ્ટેડ જેવા વિડીયો સામેલ છે. Super Chat અને Super Stickers ની જેમ Super Thanks ક્રીયેટર્સને પોતાના ફેનની સાથે કનેક્ટ કરવાની સાથે વધુ પૈસા કમાવાની તક પણ આપે છે.

તમને Super Thanksનો એક્સેસ મળ્યો કે નહિ તે ચેક કરી શકાય છે. સૌથી પહેલા YouTube Studio માં સાઈનઈન કરીને લેફ્ટ મેનુમાં Monetization પર ક્લિક કરો. અહીં Super Tab પર ક્લિક કરો. અહીં તમારે Super Thanksનું ઓપશન On કે Offની સાથે મળી જશે. જો તમને આ ઓપશન હજુ સુધી નથી મળ્યો તો તમારે તેના માટે થોડી રાહ જોવી પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana

સરકારી નોકરી / આવકવેરા વિભાગમાં 10 પાસ માટે નોકરીઓ, ઝડપથી અરજી કરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!