GSTV
Home » News » યુ-ટ્યુબે ગેરકાયદેસર રીતે બાળકોનો ડેટા કર્યો લીક, 1,420 કરોડ રૂપિયાનો થયો દંડ

યુ-ટ્યુબે ગેરકાયદેસર રીતે બાળકોનો ડેટા કર્યો લીક, 1,420 કરોડ રૂપિયાનો થયો દંડ

સોશિયલ મીડિયા વગર આજની જિંદગીની કલ્પના પણ થઇ શકે તેમ નથી પરંતુ આ જ સોશિયલ મીડિયા તમારી અંગત માહિતી કે મહત્વનો ડેટા લીક કરી શકે છે. કંઇક આવી ઘટના બની છે વિશ્વની જાયન્ટ અને સૌથી લોકપ્રિય કંપની ગુગલ સાથે ગુગલની ભાગીદાર અને વીડિયો શેરિંગ કંપની યુ-ટ્યુબ પર ગેરકાયદેસર બાળકોનો ડેટા એકત્ર કરવા બદલ 1 હજાર 420 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો આવો જોઇએ.

Image result for youtube

વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની ગૂગલ અને યુ-ટ્યુબ આપણી રોજબરોજની જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયા છે પરંતુ યુ-ટ્યુબનો ઉપયોગ યુઝર્સને ભારે પણ પડી શકે છે. કેમકે યુ-ટ્યુબ પર લાગ્યો છે ડેટા ચોરીનો ગંભીર આરોપ. યુએસ ફેડરલ ટ્રેડ કમિશને ગૂગલને 1 હજાર 420 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપનીનો આરોપ છે કે તેની ભાગીદાર અને વીડિયો શેરિંગ કંપની યુટ્યુબે ગેરકાયદેસર રીતે બાળકોનો ડેટા એકત્રિત કર્યો હતો અને બાદમાં તેને બીજી તૃતીય-પક્ષ કંપનીઓ સાથે શેર કર્યો હતો. આ ડેટા એકત્રિત કરવા માટે યુ-ટ્યુબને માતાપિતાની સંમતિ પણ મળી નહોતી. આથી ગૂગલને યુટ્યુબ પર ચિલ્ડ્રન્સ પ્રાઈવેસી લોના ઉલ્લંઘન બદલ તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આથી હવે ગૂગલે સેટલમેન્ટ તરીકે રૂપિયા 1 હજાર 420 કરોડ દંડ પેટે ચૂકવવા પડશે.

Image result for youtube

અમેરિકી મીડિયા અનુસાર જાહેરાત માટે ડેટા એકત્ર કરતી વખતે યૂટ્યૂબએ ચિલ્ડ્રન પ્રાઈવેસી લોનું ઉલ્લંઘન કર્યું છે. મોટા ભાગના બાળકોને યુટ્યુબ સૌથી વધુ ગમે છે. આવી સ્થિતિમાં બાળકોની ખાનગી માહિતીને કોઈ તૃતીય પક્ષ સાથે વહેંચવી એ યુએસ કાયદાનું સીધું જ ઉલ્લંઘન છે. જો કે હવે આ મામલો ન્યાય વિભાગમાં જશે. જો ત્યાંથી પણ દંડ વસૂલવાની મંજૂરી મળી જશે તો ચિલ્ડ્રન્સ પ્રાઈવેસી લોના ઉલ્લંઘન સંબંધિત આ સૌથી મોટા સેટલમેંટનો કેસ હશે. ગૂગલ પણ તેની ભૂલ માટે એફટીસી અને ન્યુયોર્ક સ્ટેટ એટર્ની સમક્ષ દંડ ચૂકવવા સંમત થઇ છે.

READ ALSO

Related posts

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

Kaushik Bavishi

ભારે વરસાદના કારણે ગંગા નદીમાં ઘોડાપૂર,લોકોના ઘરમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા

Bansari

ભારત સાથે કોઈપણ સમયે પરમાણુ યુદ્ધ થઈ શકે છેઃ ઈમરાન ખાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!