GSTV

ઓછી ઇન્ટરનેટ સ્પીડે પણ Online Videoનો આનંદ આપશે YouTube Go App

ગૂગલે પોતાના ડેટા ફ્રનેડલી ગો એપ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. યુટ્યુબ ગો એપને વિશેષરૂપે ભારતને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી હતી પરંતુ હવે તેને અનેક દેશોના લોકો યુઝ કરી શકશે. આ એપ હવે 130થી પણ વધુ દેશો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપની ખાસ વાત એ છે કે ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવા છતાં તમે સરળતાથી સર્ચ કરી શકો છો અને કોઇ અડચણ વિના વિડિયો જોઇ શકો છો. આ એપ ફિચર ફોન પર પણ ઝડપથી કામ કરે છ.

યૂટ્યૂબ ગો એપની સાઇઝ 10એમબીથી પણ ઓછી છે અને તે 1જીબી કરતાં પણ ઓછી રેમ ધરાવતા ફોનમાં પણ કામ કરે છે. આ એપમાં 40 ટકાથી પણ ઓછા ડેટાનો યુઝ થાય છે. તેને તમામ એન્ડ્રોઇડ ફોન્સમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. આ એપ જૂના એન્ડ્રોઇડ વર્ઝન જેલીબિન પર પણ કામ કરે છે. ગૂગલે નવા ઇન્ટરનેટ યુઝર્સને ધ્યાનમાં લઇને આ એપ ડેવલપ કરી છે.

ગૂગલે યૂટ્યુબ ગો એપમાં કેટલાંક નવા ફિચર્સ પણ લોન્ચ કર્યા છે. યુઝર્સ હવે હાઇ ક્વોલિટીમાં વિડિયો ડાઉનલોડ કરીને અથવા સ્ટ્રીમ કરીને પણ જોઇ શકે છે સાથે જ હવે યુઝર્સ એક સાથે અનેક વિડિયો શેર પણ કરી શકશે.

Related posts

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!