GSTV

મૂવી લવર્સ માટે ખુશખબર : YouTube પર Freeમાં જોઇ શકાશે ફિલ્મો, આવ્યું આ નવું ફિચર

Last Updated on November 20, 2018 by Bansari

અત્યાર સુધી તમારે યુટ્યુબ પર આખી ફિલ્મ જોવા માટે પૈસા આપવા પડતાં હતાં. તેમાં બે ઓપ્શન મળતાં હતા. એક તમે ફિલ્મ રેન્ટ પર જોઇ શકો છો અને બીજો તમે તેને ખરીદી શકો છો. જો કે કેચલીક ફિલ્મો તમે ફ્રીમાં પણ જોઇ શકતાં હતા જે સામાન્ય રીતે જૂની ફિલ્મો હતી.

YouTubeમાં હવે મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે અને કંપની નવુ ફિચર લાવવા જઇ રહી છે જેમાં યુઝર્સ યુટ્યુબ પર ફ્રીમાં ફિલ્મો જોઇ શકે છે.

રિપોર્ટસ અનુસાર એક નવુ ફિચર આવી રહ્યું છે જેને ફ્રી ટુ વૉચ કહેવામાં આવશે. તેમાં યુઝર્સ ફ્રીમાં YouTube પર ફિલ્મો જોઇ શકે છે. જો કે ફ્રી ફિલ્મ્સમાં તમને જાહેરાત દેખાડવામાં આવશે પરંતુ ગૂગલે હજુ સુધી તે સ્પષ્ટતા નથી કરી કે એક ફિલ્મમાં કેટલી જાહેરાત હશે અને તેની ફ્રીકવન્સી શું હશે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર YouTube પર ફ્રી મળતી ફિલ્મોમાં પૉપ એડ્સ જોવા મળશે જે ફિલ્મ દરમિયાન કેટલાંક સમયાંતરે દેખાતી રહેશે. આ ફિચરને કંપનીએ ઓક્ટોબર મહિનામાં જ શરૂ કર્યુ હતુ પરંતુ તે ગત બે સપ્તાહથી જ જોવા મળી રહ્યું છે.

કેલિફોર્નિયા બેઝ્ડ કંપનીએ હૉલીવુડ સ્ટુડિયોઝ સાથે પાર્ટનરશીપ કરી છે. આ યાદીમાં 100 ફિલ્મો છે. આવનારા સમયમાં તેમાં વધુ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવશે. આ યાદીમાં બોલીવુડની ફિલ્મો નથી પરંતુ આવનારા સમયમાં તેમાં બોલીવુડની ફિલ્મો પણ સામેલ કરવામાં આવશે.

Read Also

Related posts

અઝબ ગઝબ / લગ્નમાં ભાડેથી બોલાવવામાં આવે છે મહેમાન, આ દેશમાં એક અનોખો ટ્રેન્ડ

Vishvesh Dave

શું તમે તેલના વધેલા ભાવથી પરેશાન છો? આ ક્રેડિટ કાર્ડથી ફ્રીમાં મળશે 71 લીટર પેટ્રોલ-ડીઝલ, ફટાફટ કરો ચેક

Zainul Ansari

IND vs PAK / નો બોલ પર આઉટ થયો કેએલ રાહુલ, સોશિયલ મીડિયા પર લોકો કાઢી રહ્યા છે ભડાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!