GSTV

વિચિત્ર શોખ/ છોકરીઓના અવાજમાં ફોન પર વાત કરવી આ યુવકને ભારે પડી, પોલીસે સ્ટેશનમાં લઈ જઈને શોખ ઉતારી દીધો

Last Updated on January 15, 2022 by Pravin Makwana

છોકરીના અવાજમાં વાત કરવી એક યુવકને ભારે પડી છે. જોધપુર પોલીસે ફરિયાદના આધારે યુવકને દબોચી લીધો છે. આ મામલો પોલીસ કમિશ્નરેટ વેસ્ટના ભગતની કોઠીનો છે. પોલીસ સ્ટેશનમાં દંપતિએ ફરિયાદ કરી હતી કે, એક નંબર પરથી છોકરીનો અવાજ કાઢીને વાત કરે છે. પોલીસે નંબરની તપાસ શરૂ કરી તો, યુવકનું ઓળખ પ્રતાપનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું. યુવકની તપાસ કરતા તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, બાદમાં તેને હાથીરામ ઓર્ડર વિસ્તારમાં આવેલી કુચામનની હવેલીએથી દબોચી લેવામાં આવ્યો હતો. યુવક પાસેથી પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યાં હાજર સૌ પોલીસ જવાનો ચોંકી ગયા હતાં.

યુવકના અજીબ શોખથી પોલીસ પણ હૈરાન થઈ ગઈ

ભગતની કોઠી પોલીસ સ્ટેશનના અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે, પૂછપરછ દરમિયાન શનવર અલીએ જણાવયું છે કે, તે છોકરીઓનો અવાજ કાઢવાનો અને છોકરીઓના અવાજમાં અન્ય લોકો સાથે વાત કરવાનો તેને શોખ છે. શોખ પુરો કરવા માટે તે કેટલાય લોકો સાથે ફોન પર છોકરીઓના અવાજમાં વાત કરે છે. પણ કોઈની સાથે છેતરપીંડી કે વિશ્વાસઘાત કરવાનો મારો કોઈ ઈરાદો નથી. યુવકની કોલ ડિટેલ કાઢીને પોલીસે કેટલાય લોકો સાથે વાત પણ કરી.

પોલીસે જ્યારે અમુક લોકો સાથે કરી તો જાણવા મળ્યું કે, આ નંબર પરથી તો હંમેશા છોકરી વાત કરે છે. પોલીસના જણાવ્યાઅનુસાર આ યુવકનો શોખ પોલીસ સ્ટેશનમાં આવ્યો અને છોકરીઓના અવાજમાં વાત કરવાનો નશો એક જ ઝાટકે ઉતરી ગયો હતો. હકીકતમાં જોઈએ તો, આ મામલે કોઈ ફરિયાદકર્તા આગળ આવ્યા નહોતા. આ જ કારણ છે કે, આ લફંગા યુવક પર પોલીસ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકી નહોતી. પોલીસ પાસે હજૂ સુધી આ મામલે કોઈ છેતરપીંડીની ફરિયાદ આવી નથી.

READ ALSO

Related posts

માઠા સમાચાર/ રેમો ડિસૂજાના સાળાનું નિધન, ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો, રેમોની પત્નીએ લખી ભાવૂક પોસ્ટ

Pravin Makwana

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave

WhatsApp / જો તમે પણ છો કોઈ વ્હોટ્સએપ ગ્રુપના એડમિન તો આ 5 બાબતોનું રાખો ધ્યાન, નહીં તો જવું પડી શકે છે તમારે જેલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!