GSTV
Mehsana Trending ગુજરાત

મહેસાણા IELTS કૌભાંડ / માતા-પિતાને કહ્યા વગર અમેરિકા પહોંચી ગયા યુવકો, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

મહેસાણા

મહેસાણા જિલ્લાના 4 યુવકોને અમેરિકા જવાનો શોખ મોંઘો પડી ગયો છે. યુવકોને અંગ્રેજી ના આવડતું હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવી અમેરિકા જતા ઝડપાયા. આ કૌંભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું એ દિશામાં મહેસાણા એસઓજી ટીમ તપાસ કરી રહી છે. જેની એક ટીમ દિલ્લીના ગુડગાંવ પહોંચી છે. તો આ યુવકોના પરિવારજનો આ સમગ્ર મામલે અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા

ચાર યુવકોમાં માકણજ ગામનો ધ્રુવ પટેલ IELTS પાસ કરી અમેરિકા ગયો હતો. આ આમલે પણ પરિવાર અજાણ છે. તેના પિતા રસિક પટેલે જણાવ્યું હતું કે અમારે ધ્રુવ સાથે છેલ્લા ત્રણ મહિનાથી કંઈ વાત થઈ નથી. ધ્રુવએ કોઇ પૈસા પણ માંગ્યા નથી. જેથી અમને કંઇ જ ખબર નથી. તેની માતા દક્ષાબેને જણાવ્યું હતું કે, ધ્રુવ હમેંશા કહેતો મારે ખુબ ભણવું છે. તે જાતે જ બધુ કરતો, જાતે જ કાગળીયા કર્યા હશે. અમને કંઇ જ જાણ નથી કરી અને બે ત્રણ મહિનાથી એનો કોઇ ફોન પણ નથી આવ્યો.

જ્યારે ધામણવાનો બીજો એક યુવક નિલ પટેલ પણ અમેરિકામાં ઝડપાયો છે. ગામના સરપંચે જણાવ્યું હતું કે ગરીબ ખેડૂતનો દીકરો નિલ અમદાવાદમાં અભ્યાસ કરતો હતો. નીલને બહાર ભણવા જવાની ખુબ ઇચ્છા હતી એટલે તે બીજા વિદ્યાર્થીઓને આ અંગે પુછતો રહેતો હતો. આ દરમિયાન તેની મુલાકાત એક ટ્રાવેલ્સવાળા સાથે થઈ અને બાદમાં ફાઇલ કરી અભ્યાસ માટે કેનેડા ગયો હતો. કેનેડામાં 1 વિષયમાં ફેલ થાય તો પણ તેને પાંચથી છ લાખ ફી ચુકવવી પડતી હતી. જેથી નિલ પટેલે અમેરિકા જવાનું વિચાર્યું. કારણ કે, અમેરિકામાં માં એક વિષયમાં ફેલ થાઓ તો એટલા પૈસા ભરવા ન પડે. નીલ લોકલ વ્યક્તિઓની મદદથી અમેરિકા જવા નીકળ્યો હતો, જોકે આ મામલે પરિવારને કોઇ પ્રકારની જાણ નથી.

આ કેસમાં તપાસ અધિકારી ભાવેશ રાઠોડે જણાવ્યું કે, ચાર વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષા મામલે અમદાવાદની ખાનગી એજ્યુકેશનના સંચાલક સહિત 9 કર્મચારીઓને જવાબ લેવા બોલાવ્યા હતા. જોકે, બીમાર હોવાનું કહી કર્મચારીઓ આવ્યા નહોતા. આ કર્મચારીઓ આજકાલમાં જવાબ લખવવા આવશે. તેમજ નવસારીની ફન સીટી હોટેલના પરીક્ષા લેવાઈ હતી ત્યાંના CCTV મંગાવ્યા છે. જેનીની તપાસ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah
GSTV