GSTV

મોંઘીદાટ અોડી લઇને મોતને જીતવા નીકળ્યા યુવક-યુવતી, અેવું કર્યું કે લોકો જોતા રહી ગયા

વડોદરામાં એક યુવકનો પગેથી કાર ચલાવવાનો વીડિયો વાયરલ થયો છે. મોંઘીદાટ ઓડી કારમાં સવાર યુવક અને યુવતી ઝડપની મજા માણી રહ્યા છે. તેઓ બંને કારની સીટ પર ઊભા થઈ વીડિયો લઈ રહ્યા છે. યુવતી પૂરપાટ દોડતી કારમાં સવારીની મજા માણતા ચીચીયારીઓ પાડી રહી છે. જ્યારે ડ્રાઈવિંગ સીટ પર ઊભેલો યુવાન પણ કાયદાનો કે મોતનો ડર ન હોય તેમ પગેથી સ્ટીયરિંગ કંટ્રોલ કરી કાર ચલાવી રહ્યો છે. વડોદરામાં વાયરલ થયેલો આ વીડિયો ક્યારનો છે. અને તેમાં દેખાતા યુવક-યુવતી કોણ છે તે હજુ સામે આવ્યું નથી. પણ આ વીડિયો ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પણ આને સત્તાવાર સમર્થન નથી મળ્યું.

Related posts

એચડીએફસીના લોનધારકોને EMIમાં ત્રણ મહિનાની રાહતથી કોઈ લાભ નહીઃ પછી વ્યાજ ચુકવવું પડશે

Bansari

ઈટલીમાં Corona વાયરસની ભેટ આપી હોવાની શંકાએ પ્રેમીએ પ્રેમિકાને મારી નાંખી

Bansari

PM મોદીએ અગ્રણી ખેલવીરો સાથે કરી મીટિંગ, સોશ્યલ ડિસ્ટન્સ માટે લોકોમાં જાગૃતિ લાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!