GSTV
Home » News » લ્યો બોલો!પિતાએ જેગુઆર ન આપી તો નબીરાએ નહેરમાં ધકેલી દીધી BMW, પાછો Tik Tok વીડિયો પણ બનાવ્યો!

લ્યો બોલો!પિતાએ જેગુઆર ન આપી તો નબીરાએ નહેરમાં ધકેલી દીધી BMW, પાછો Tik Tok વીડિયો પણ બનાવ્યો!

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ધનાઢ્ય પિતાના નબીરાની કરતૂત ચર્ચામાં છે. પિતાના દિકરાની માગ પર જેગુઆર કાર ન આપી તો દિકરો બીએમડબલ્યુ લઇને નહેરમાં ઉતરી ગયો. આ ઉપરાંત તેણે વીડિયો બનાવીને Tik Tok પર નાંખી દીધો.

આ મામલો યમુનાનગરના મુકારમપુરનો છે. અહીં રહેતાં આકાશ નામના યુવકે પોતાની બીએમડબલ્યુ નહેરમાં ઉતારી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે આકાશ જિદ્દી છે અને તેણે પોતાના પિતા પાસે જેગુઆરની માગ કરી હતી, જેને પૂરી કરવાથી તેના પિતાએ ઇનકાર કરી દીધો હતો કારણ કે તેની પાસે બીએમડબલ્યુ પહેલાંથી જ હતી.

તે બાદ આકાશે ગુસ્સામાં પોતાની બીએમડબલ્યુ કાર યમુનાનગરના દાદુપુર સ્થિત એક નહેરમાં ઉતારી દીધી. પહેલાં તો કાર વહીને ઘણી દૂર સુધી ગઇ પછી ડૂબી ગઇ. તેણે આ ઘટનાનો વીડિયો બનાવીને Tik Tok પર પણ નાંખી દીધો.

સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ. ડીએસપી દેસરાજે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે તેણે નિષેધાત્મક આદેશનું ઉલ્લંઘન કર્યુ છે.

ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે જે સમયે કાર નહેરમાં વહેતી નજરે આવી તો તેના વાઇપર અને ઇન્ડીકેટર ચાલુ હતાં. એવું લાગી રહ્યું હતું કે કોઇ કાર સવાર સ્પીડમાં નહેરમાં ખાબકી ગયો. પરંતુ જ્યારે નજીક જઇને જોયું તો ત્યાં સુધીમાં કાર સવાર કારમાંથી બહાર આવી ગયો હતો.

બચાવ દળ અને પોલીસે કારને બહાર કાઢવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું. મોટર બોટ અને જબૂત દોરડાઓ વડે કારને બહાર કાઢવામાં આવી. કિનારા સુધી આવતાં આવતાં કાર ડૂબી ગઇ હતી. તેને ઘણી મહેનત બાદ બહાર કાઢવામાં આવી.

Read Also

Related posts

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana

રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને માર્યા તાળા, એક્ચ્યુઅલ કલાસના ઠેકાણા નથી મસમોટી ફેંકમફેંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!