GSTV

પત્ની સાથે શારીરિક સંબંધોની શંકામાં પતિએ પડોશી ને ઘરે બોલાવી કુકર્મ કરી બદલો લીધો

ગ્રેટર નોયડામાં એક એવી ઘટના ઘટી છે કે એ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ છે. નોયડાના ઈકોટેક-3 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા એક ગામમાં પત્ની સાથે નાજાયજ સંબંધો હોવાના શકમાં પતિએ મિત્ર સાથે મળીને પડોશી સાથે કુકર્મ કર્યું છે. જેની સાથે એક કલાક સુધી મારામારી પણ થતાં યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકને મેડિકલ ચેકઅપ માટે પણ મોકલી આપ્યો છે. યુવકના શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે. જેના પ્રાઈવેટ ભાગમાં પણ ઈજાઓ પહોંચતાં પોલીસે આ કેસમાં ત્વરિતતા દાખવી છે.

પત્ની ગુમ થવા પાછળ હતી પડોશી પર શંકા

ઇકોટેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મૂળરૂપથી હરિયાણાનો યુવક એક ગામમાં રહેતો હતો. જેની પત્ની મંગળવારથી ગાયબ થઈ ગઈ હતી. જેને પડોશી યુવક પર શંકા હતી કે તેને તેની પત્ની સાથે શારીરિક સંબંધો હતા અને તેના ગુમ થવા પાછળ પણ તેનો હાથ છે. આ શંકામાં તેને બદલો લેવા માટે એક મિત્રને બોલાવી પડોશી યુવકને ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો.

બુધવારે પીડિતે પોલીસને ફરિયાદ નોંધાવી

આ સમયે બંનેએ ભેગા મળીને પડોશી યુવક સાથે મારા મારી કરી બંનેએ વારાફરતી યુવક સાથે કુકર્મ આચર્યું હતું. યુવકને આશંકા હતી કે પડોશી તેની પત્ની સાથે સંબંધો ધરાવે છે. એટલે એને પણ મિત્ર સાથે મળીને યુવક સાથે કુકર્મ કરવાનો નિર્ણય લીધો હતો. લગભગ એક કલાક બાદ તેઓએ તેને છોડ્યો હતો. બુધવારે પીડિતે પોલીસને ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેની ધરપકડ કરી ગુમ મહિલાની પણ શોધખોળ હાથ ધરી છે.

Related posts

Video:17 વર્ષ બાદ એક્તા કપૂરે હાથમાંથી ઉતારી દીધી વીંટીઓ, મજબૂરી જાણીને સ્ટાર્સ પણ રહી ગયાં દંગ

Bansari

લોકડાઉન : દેશનું અર્થતંત્ર ખોરવાતા બેરોજગારીના દરમાં નોંધપાત્ર થયો વધારો

Nilesh Jethva

આ દેશના સ્વાસ્થ્ય મંત્રી લોકડાઉન તોડીને પરિવાર સાથે ફરવા નીકળ્યા, પીએમએ છીનવી લીધુ પદGujarati news, live Gujarati news, Gujarat Samachar, Online News Gujarati Live, News in Gujarati, Gujarati News Live, Breaking News Gujarati, Latest News in Gujarati,

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!