GSTV
Home » News » ગુજરાતમાં રૂપાણી સરકારને પછાડવા કોંગ્રેસનો આ છે માસ્ટરપ્લાન, દિલ્હીનું ફોકસ હવે ગુજરાત

ગુજરાતમાં રૂપાણી સરકારને પછાડવા કોંગ્રેસનો આ છે માસ્ટરપ્લાન, દિલ્હીનું ફોકસ હવે ગુજરાત

પેટાચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં ના પ્રાણ પૂરાયાં છે.તેમાંય હવે તો મહારાષ્ટ્રમાં સરકાર રચાયાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં જોમ-ઉત્સાહમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીને પગલે સંગઠનને વધુ મજબૂત કરવા દિશામાં કોંગ્રેસ તૈયારીઓ આદરી છે.જનવેદના આંદોલન વખતે અમદાવાદની મુલાકાત આવેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રભારી રાજીવ સાતવ વચ્ચે સંગઠનના મુદ્દે ચર્ચા થઇ હતી.

ગુજરાત કોંગ્રેસમાં એવો સૂર ઉઠયો છેકે, કોંગ્રેસે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ. આ જોતાં કોંગ્રેસે ભાજપ સરકાર વિરૂધૃધ ખેડૂતોની સમસ્યાથી માંડીને બિનસચિવાલય કલાર્કની પરિક્ષામાં ગેરરીતીના મુદા ઉઠાવી પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત કોંગ્રેસે હવે સંગઠનને વધુ મજબૂત કરવાની દિશામાં તૈયારીઓ કરી છે.

હાઇકમાન્ડના આદેશ મુજબ, આ વખતે ગુજરાત કોંગ્રેસનુ પ્રદેશનુ માળખુ 100 સભ્યોનુ હશે. ગત વખતની જેમ 400 સભ્યોનુ જમ્બો સંગઠન નહી રચવા દિલ્હીથી આદેશ અપાયો છે. હાલમાં પ્રદેશ માળખાની રચનાને લઇને પ્રદેશ નેતાગીરીએ કવાયત શરૂ કરી દીધી છે. અત્યારે સંગઠનના પૂર્વ હોદ્દેદારોના પર્ફમન્સ રિપોર્ટ નુ મૂલ્યાકન કરવામાં આવ્યુ છે જે હોદ્દેદારોની કામગીરી સારી હશે તેને જ પુ:ન હોદ્દો આપવામાં આવશે. નબળી કામગીરી ધરાવતાં હોદ્દેદારોને ઘર ભેગા કરાશે.આ વખતે યુવા નેતા અને સિનિયર નેતાઓનો સમન્વય કરીને માળખુ રચાશે.

આ સપ્તાહમાં બેઠકોનો દોર શરૂ થશે જેમાં 28મી ડિસેમ્બરથી શરૂ થનારી સભ્ય નોંધણી ઝુંબેશ ઉપરાંત 14મી ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજાનારાં કોંગ્રેસના દેખાવો અંગે ચર્ચા થશે. આ બંન્ને કાર્યક્રમ બાદ પ્રદેશ સંગઠનની કામગીરી શરૂ થઇ જશે. આગામી દિવસોમાં રાજ્યમાં મહાનગરપાલિકા અને પચાયતોની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.

READ ALSO

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva

ખંડણીખોર વિશાલ ગોસ્વામીના કોર્ટ વધુ બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!