GSTV

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Last Updated on June 14, 2021 by Vishvesh Dave

ફેસબુકની માલિકીનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ એન્ડ્રોઇડ એપ્લિકેશનની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો પર વિચાર કરી રહ્યું છે. વોટ્સએપ ટ્રેક WABetaInfo મુજબ, વોટ્સએપે એન્ડ્રોઇડ એપ્લિકેશનના બીટા વર્ઝનમાં કેટલાક ડિઝાઇન ફેરફાર કર્યા છે અને આ ફેરફારો એપની ચેટ લિસ્ટમાં જોવા મળે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે વોટ્સએપે તેની ચેટ લિસ્ટમાં ચેટ સેલ વચ્ચેની લાઈન સેપરેટરને દૂર કરી દીધી છે. આ તમારી એપ્લિકેશનનું પ્રથમ પૃષ્ઠ છે જે સંપર્કો અને ગ્રુપ સાથેની તમારી નવીનતમ ચેટ્સ બતાવે છે. WABetaInfo એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ વ્હોટ્સએપ એપ્લિકેશનની કોઈ ડિઝાઇન રૂપરેખા નથી અને વેબસાઈટ તેને લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ માટે એક UI ફેરફાર ગણાવી રહી છે કારણ કે એકમાત્ર પરિવર્તન મેસેજિંગ એપ્લિકેશન પર સેપરેટર લાઇનોને દૂર કરવું છે.

હાલમાં બીટા યુઝર્સને અપડેટ મળશે

વ્હોટ્સએપ હમણાં જ બીટા વપરાશકર્તાઓ માટે આ પરિવર્તન લાવી રહ્યું છે અને આ સુવિધા પછીથી તે અન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે જેઓ વોટ્સએપ વેબ રિલીઝ અથવા ગૂગલ પ્લે સ્ટોરમાંથી સ્ટેબલ વરઝ્નનો ઉપયોગ કરી રહ્યાં છે. WABetaInfo અહેવાલમાં જણાવાયું છે કે સુવિધા પહેલાથી જ Android બીટામાં એનેબલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અંતિમ વપરાશકર્તાઓ માટે રોલ આઉટ થવાની અપેક્ષા છે.

‘ફ્લેશ કોલ’ સુવિધા પણ ટૂંક સમયમાં આવશે

તાજેતરમાં, એક સમાચાર મળ્યા છે કે વોટ્સએપ એક ‘ફ્લેશ કોlલ’ સુવિધા પર કામ કરી રહ્યું છે જે સામાન્ય 6-અંકના વેરિફિકેશન કોડને બદલે ‘ફ્લેશ કોલ’ દ્વારા WhatsApp પર વપરાશકર્તા લોગ ઈન કરી શકશે. આની મદદથી, વપરાશકર્તાઓ ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના વોટ્સએપ એકાઉન્ટમાં લોગ ઇન કરી શકશે.

Mashableના જણાવ્યા મુજબ, નવા અહેવાલો કહે છે કે, વોટ્સએપ, Android 2.21.11.7 અપડેટ માટે વોટ્સએપ બીટામાં નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. આ સુવિધા ભવિષ્યના અપડેટ્સમાં ઉપલબ્ધ હશે અને હાલમાં તે વિકાસ હેઠળ છે. જો કે, ‘ફ્લેશ કોલ’ સુવિધા વોટ્સએપ પર આઇઓએસ પર લાગુ કરવામાં આવશે નહીં કારણ કે એપલ કોલ હિસ્ટ્રી વાંચવા માટે કોઈ સાર્વજનિક API પ્રદાન કરતું નથી. આ સુવિધા નિયમિત 6-અંક કોડના વિકલ્પ તરીકે કાર્ય કરશે જે વપરાશકર્તાઓને તેમના ફોન પર વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે.

ALSO READ

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!