GSTV
Gujarat Government Advertisement

સસ્તુ થઇ જશે તમારુ TV બિલ, 130 રૂપિયામાં મળશે 200 ફ્રી ચેનલ્સ

d2h

Last Updated on February 7, 2020 by Bansari

ડીટીએચ અને કેબલ ટીવી સબસ્ક્રાઇબર્સ માટે ખુશ ખબર છે. હવે તેમને 130 રૂપિયામાં 200 ચેનલ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ટ્રાઇના નેશનલ ટેરિફ ઓર્ડર 2.0માં મલ્ટી ટીવી યુઝર્સના એનસીએફ સાથે જ 130 રૂપિયામાં વધુ ફ્રી ટુ એર ચેનલ દેખાડવાની વાત કરવામાં આવી છે. આ સાતે જ હવે યુઝર્સને બ્રોડકાસ્ટર્સ અને ઓપરેટર્સ તરફથી ડિસ્કાઉન્ટ પણ મળશે.

14 ટકા સુધી ઘટશે ટીવી બિલ

નવા ટેરિફ ઓર્ડરની વાત યુઝર્સની સંખ્યામાં ફરી વધારો થશે. હવે ડીટીએચ અને કેબલ ટીવી સર્વિસથી તે યુઝર્સને ફરીથી જોડશે જેણે ટેરિફ મોંઘુ થયા બાદ પોતાના સબ્સ્કીપ્શનને રિન્યૂ નથી કરાવ્યું. આવું થવાની સંભાવના એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે નવા નેશનલ ટેરિફ ઓર્ડર બાદથી ટીવી સબ્સ્કીપ્શન 14 ટકા સુધી સસ્તુ થવાની આશા છે.

અગાઉનો ટેરિફ ઓર્ડર યુઝર્સ માટે હતો મોંઘો

ગત વર્ષે નવા ટેરિફ ઓર્ડર આવ્યા બાદ અનેક યુઝર્સે ફરિયાદ કરી હતી કે હવે તેમણે સબ્સ્ક્રીપ્શન માટે પહેલા કરતાં વધુ રૂપિયા આપવા આપવા પડી રહ્યાં છે. શરૂઆતમાં નેટવર્ક કેપેસિટી ફી જેવી કોઇ વસ્તુ ન હતી પરંતુ યુઝર્સને દર મહિને 153 રૂપિયા આપવા જરૂરી હતા. આ જ કારણે યુઝર્સના ટીવી બિલમાં દર મહિને 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુઝર્સે ટ્રાઇ સમક્ષ નેટવર્ક કેપેસીટી ફીને 100 રૂપિયાથી ઓછી કરવાની માગ કરી હતી.

વધશે ફ્રી ટૂ એર ચેનલોની સંખ્યા

ટ્રાઇએ યુઝર્સની આ સમસ્યાને હવે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ તેમાં નેટવર્ક કેપેસિટી ફીને ઓછી કરવાના બદલે ફ્રી મળતી ચેનલ્સની સંખ્યાને બમણી કરી દેવામાં આવી છે. આ 130 રૂપિયાના શરૂઆતના સ્લેબ માટે છે. 130 રૂપિયાના એનસીએફ ટેક્સ સાથે મંથલી ચાર્જ 153 રૂપિયા થઇ જાય છે. જણાવી દઇએ કે ગત ટેરિફ ઓર્ડર અનુસાર યુઝર્સને 130 રૂપિયામાં ફક્ત 100 ફ્રી ચેનલ જ મળતી હતી.

આગામી મહિને થઇ શકે છે લાગુ

નવા ટેરિફ ઓર્ડરને 1 માર્ચ 2020થી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે ટ્રાઇના આ નિર્ણય સામે બ્રોડકાસ્ટર્સે લોકલ કોર્ટ્સમાં અપીલ કરી છે જેનો નિર્ણય 12 ફેબ્રુઆરીએ આવે તેવી શક્યતા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!