GSTV
Home » News » આ મહિનાના અંતમાં સેલેરી આવશે મોડી, અગાઉથી કરી રાખો જરૂરી વ્યવસ્થા

આ મહિનાના અંતમાં સેલેરી આવશે મોડી, અગાઉથી કરી રાખો જરૂરી વ્યવસ્થા

જો તમારો પગાર મહિનાના અંતે આવતો હોય તો, કદાચ આ વખતે તમારો પગાર મોડો આવે તેવું બની શકે છે. આ મહિનાના અંતમાં બેંકની સંભવિત દેશ વ્યાપી હડતાલ થવાના કારણે તમારી સેલેરી ત્રણ દિવસ મોડા પણ આવે તેવું બની શકે છે. તેથી જરૂરી છે કે, તેને માટે આપ અગાઉથી જ વ્યવસ્થા કરી રાખો.

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બેંક હડતાલ

ઈન્ડિયન બેંક એસોસિએશન પોતાની માગને લઈ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં બંધનું એલાન કરેલું છે. જેના કારણે બેંકમાં પૈસા ઉપાડવામાં અને જમા કરાવવાની સમગ્ર કામગીરી ઠપ્પ થઈ જશે. વધુમાં બીજા દિવસે પણ રવિવાર આવતો હોવાના કારણે પગાર માટે વધું એક દિવસ રાહ જોવી પડશે.

શા માટે કરી રહ્યા છે બેંક હડતાલ

બેંક યૂનિયનના મહાસચિવ સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે, અમે 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 12, 13 અને 14 માર્ચના રોજ હડતાલનું એલાન કર્યું છે અને એક એપ્રિલથી અનિશ્ચિતકાળ હડતાલનું આહ્વાન કર્યું છે. અમે અઢી વર્ષથી ઈન્ડિયન બેંક એસોસિએશન સાથે વાત કરી રહ્યા છીએ, ગત વર્ષે પણ તેમણે 10 ટકા પગાર વધારાની વાત સ્વિકારી હતી અને હવે તેઓ 12.25 ટકા પગાર વધારાની વાત કરી રહ્યા છે જો કે, અમારી માગ 20 ટકા પગાર વધારાની છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva

CAA ના વિરોધ વચ્ચે ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની સંખ્યાને લઈને વિવાદ

Nilesh Jethva

અચાનક PGમાં આગ ભભૂકી, ત્રણ યુવતીઓ થઈ ભડથું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!