GSTV

SBIએ પોતાના 42 કરોડ ગ્રાહકોને આપી શાનદાર ભેટ, આજથી મળશે સસ્તી હોમ લોન

જો તમે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ગ્રાહક હોય તો તમારા માટે આજે 10 જુલાઇથી હોમ અથવા ઓટો લોન લેવાનું સસ્તુ થઇ ગયું છે. એસબીઆઇની આ ભેટનો ફાયદો બેન્કના 40 કરોડથી વધુ ગ્રાહકો લઇ શકે છે. ચાલો જાણીએ કે આખરે કેટલી સસ્તી થઇ એસબીઆઇની લોન…

હકીકતમાં ભારતીય સ્ટેટ બેન્કે પોતાની તમામ સમયગાળાની લોન પર સીમાંત ખર્ચ પર આધારિત વ્યાજ દર (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. બેન્કના આ નિર્ણય બાદ 1 વર્ષના સમયગાળાની લોન પર લઘુત્તમ વ્યાજ દર 0.05 ટકા ઘટીને 8.40 ટકા થઇ ગયો છે.

આશરે 4 મહિનાની અંદર આવું ત્રીજી વાર છે કે જ્યારે એસબીઆઇએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. અગાઉ બેન્કે એપ્રિલ અને મેમાં વ્યાજ દરમાં 0.05-દ.દ5 ટકાનો ઘટાડો કર્યો હતો. આ દરમિયાન એસબીઆઇના હોમ લોન પર વ્યાજ દરમાં 0.10 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.

જણાવી દઇએ કે એસબીઆઇએ પોતાના ગ્રાહકોને 1 જુલાઇથી રેપો રેટ સાથે સંબંધિત હોમ લોન રજૂ કરવાની ઘોષણા કરી હતી. તેનો અર્થ એ છે કે હવે જ્યારે આરબીઆઇ રેપો રેટમાં બદલાવ કરશે. એસબીઆઇની હોમ લોનના વ્યાજ દર વધુ કે ઓછા હશે.

એસબીઆઇએ આ નિર્ણય એવા સમયમાં લીધો છે જ્યારે તાજેતરમાં જ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે બેન્કોના રેપો રેટ કપાતનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવા કહ્યું હતું.

Bank Personal loan

હકીકતમાં આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટમાં એક બાદ એક ત્રણ વારમાં 0.75 ટકા ઘટાડો કરવામાં આવ્યા બાદ તેમણે બેન્કો દ્વારા તેનો લાભ ગ્રાહકો સુધી ટૂંક સમયમાં પહોંચાડવાની આશા છે.

શક્તિકાંત દાસના પદ સંભાળ્યા બાદથી આરબીઆઇ સતત ત્રણ વાર રેપો રેટમાં ઘટાડો કરી ચુક્યુ છે. તેમ છતાં બેન્કોએ આશા અનુસાર ગ્રાહકોને વ્યાજ દરમાં છૂટ આપી નથી.

50 rupees note

જો કે આરબીઆઇ મૌદ્રિક નીતિની જૂનમાં થયેલી સમીક્ષા બાદ રેપો દરમાં 0.25 ટકાનો ઘટાડો થવા પર બેન્ક ઑફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેન્ક, ઓરિએન્ટલ બેન્ક અને આઇડીબીઆઇ બેન્કે પોતાના એમસીએલઆર દરને 0.05થી 0.10 ટકા સુધી ઘટાડો કર્યો છે.

Read Also

Related posts

Coronaના દર્દીઓ પર થશે વેક્સીનનું ટ્રાયલ, આ કંપનીએ 15 લાખ ફ્રી ડોઝ આપવાનો કર્યો નિર્ણય

Arohi

કોરોનાનું હૉટસ્પોટ બનતા અમદાવાદમાં નહેરુબ્રીજ કરાયો બંધ, કાલુપુર શાકમાર્કેટ પણ રહેશે બંધ

Pravin Makwana

દિલ્હીમાં 82 વર્ષના વૃદ્ધે કોરોના વાયરસને હરાવી દીધો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!