GSTV
Gujarat Government Advertisement

નોકરીયાતો સાવધાન! 1 એપ્રિલથી તમારી સેલરી, PF, ગ્રેચ્યુટીમાં થશે મોટો બદલાવ, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

1 એપ્રિલ 2021થી નવું પગાર કોડ બિલ લાગુ થયા બાદ સરકાર અને પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓનો પગાર વધી શકે છે. મંથલી પ્રોવિડેંટ ફંડ (PF) અને ગ્રેચ્યુટી યોગદાન પણ 1 એપ્રિલથી બદલાઈ જશે. કારણ કે, સરકારે જોગવાઈ કરી દીધી છે કે, કર્મચારીની બેઝિક સેલરી તેમના માસિક CTC ના 50 ટકા હોવી જોઈએ.

Gujarat Government Advertisement

આ રીતે બદલાશે તમારું સેલરી સ્ટ્રક્ચર

  • તેનો મતલબ એ થયો કે, નવો પગાર કોડ 1 એપ્રિલ 2021થી લાગુ થશે, તો તમારી બેઝિક સેલરી તમારા કુલ પગારના 50 ટકા અથવા તેનાથી વધારે હશે. એટલે તમને મળનાર ભથ્થુ તમારા પગારના 50 ટકાથી વધારે હોઈ શકશે નહી. તેની સ્પષ્ટ અસર મંથલી સેલરી પર થશે જે તમારા હાથમાં આવે છે, એટલે તમારી ટેક હોમ સેલરી ઓછી થઈ જશે, પરંતુ PF અને ગ્રેચ્યુટીનું યોગદાન પણ વધી જશે. જેનાથી લાંબા સમયમાં તમારી પાસે વધારે રકમ હશે.
  • 8 ફેબ્રુઆરીના શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે, મંત્રાલય જલ્દી જ ચાર કોડને લાગુ કરશે. તેમણે જણાવ્યું કે, આ નિયમોને બનાવતા સમયે બધા સંબંધિત પક્ષો સાથે વાત કરવામાં આવી હતી.

શ્રમ મંત્રાલય લાગુ કરશે આ ચાર કોડ

  • Code on Wages
  • Industrial Relations
  • Occupational Safety
  • Health and Working Conditions and Social Security Codes

તમને જણાવી દઈએ કે, સરકારે અત્યાર સુધી નવા વેજ કોડને લાગુ કરવાની તારીખીની જાહેરાત કરી નથી, પરંતુ એવુ નક્કી માનવામાં આવી રહ્યું છે કે, 1 એપ્રિલ 2021 થી લાગુ કરી દેવામાં આવશે.

DA માં વધારાની જાહેરાત પણ જલ્દી

  • એવી આશા કરવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર જલ્દી જ પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ (DA)માં વધારાની જાહેરાત કરી શકે છે. નાણા મંત્રાવય પહેલા જ કહી ચૂક્યુ છે કે, કેન્દ્રીય કર્મચારીઓની પેંશન અથવા બેઝિક સેલરીને ધ્યાનમાં રાખી DA ની જાહેરાત કરવામાં આવશે. DA અને DR પર પણ 12,510 કરોડ રૂપિયા વર્ષનો ખર્ચ છે, પરંતુ વધારા બાદ તેને 14,595 કરોડ રૂપિયા વર્ષના પહોંચવાની આશા છે.
  • બીજી તરફ પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતુ કે, LTC ને કોરોના સંકટને જોતા ટેક્સ છૂટના દાયરામાં રાખવામાં આવ્યું છે. સરકારે લાગે છે કે, તેનાથી સરકારી કર્મચારીઓના હાથમાં વધારે પૈસા આવશે. તેનાથી ઈકોનોમીને પણ ફાયદો થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!