GSTV

બેંકમાં KYC કરાવવા પર પુછવામાં આવી શકે છે ધર્મ, RBIએ બદલ્યો ફેમા કાયદાનો નિયમ

RBI

Last Updated on December 21, 2019 by Karan

જલ્દીથી બેંક તમારી પાસે KYC કરાવતી વખતે તમારો ધર્મ પુછી શકે છે. આ નિયમ પહેલાંથી હાજર ગ્રાહકો અને નવા ગ્રાહકો બંને પર લાગૂ થશે, તેના માટે ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) જલ્દીથી દિશા-નિર્દેશ રજૂ કરાવવાની તૈયારીમાં છે.

આ કારણે પુછવામાં આવશે ધર્મ

ફેમા કાયદામાં બદલાવને કારણે આવું કરવામાં આવશે, ફેમામાં જે બદલાવ કરવામાં આવ્યા છે તે મુજબ બહારનાં દેશોનાં નાગરિકો એનઆરઓ ખાતા ખોલાવી શકે છે, અને સાથે જ સંપત્તિ પણ ખરીદી શકે છે. જોકે, મુસલમાનોને એવું કરવાથી વંચિત રાખ્યા છે.

ફેમા કાયદામાં નાગરિકતા કાયદાની જેમ જ સંશોધન

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, આરબીઆઈએ ફેમા કાયદામાં બદલાવ કરતાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, સિખ અને ઈસાઈ ધર્મનાં શરણાર્થીઓ, જે લાંબા સમયથી વીઝા પર ભારત આવ્યા છે, તેઓ હવે બેંકમાં ખાતું ખોલાવી શકશે. તેની સાથે જ તે લોકો સંપત્તિ પણ ખરીદી શકશે. જોકો આ નિયમ અનુસાર મુસ્લિમ અને મ્યાંમાર, શ્રીલંકા તથા તિબેટનાં લોકો સંપત્તિ અને બેંક ખાતું ખોલાવી શકશે નહી.

ગયા વર્ષે થયો હતો સુધારો

ફેમા(ડિપૉઝિટ) નિયમના શેડ્યૂલ 3માં સંશોધન મુજબ, ભારતમાં રહેતા લાંબી અવધિનાં વીઝા વાળા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનનાં અલ્પસંખ્યક સમુદાય (હિંદૂ, બૌદ્ધ, જૈન, પારસી તથા ઈસાઈ)ના લોકોને ફક્ત એક જ એનઆરઓ ખાતું ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આ લોકો નાગરિકતા અધિનિયમ, 1955નાં પ્રાવધાનો હેઠળ ભારતનાં નાગરિક થઈ જાય તો તેમાં એનઆઓ ખાતાને રેસિડેંટ ખાતામાં બદલી નાખવામાં આવશે, ફેમાનાં નિયમો મુજબ, એવાં લોકો ભારતમાં ફક્ત એક જ અચલ રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે. નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યુકે, આ સુધારો ગયા વર્ષે કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

મોદી અમેરિકાની ટોપ કંપનીઓના CEOsની સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ સેક્ટર મુદ્દે પણ ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!