GSTV
Home » News » આંખ મીંચકારવાથી કશું નહીં વળે, ભણવામાં ધ્યાન રાખ

આંખ મીંચકારવાથી કશું નહીં વળે, ભણવામાં ધ્યાન રાખ

આંખ મીંચકારતા ફોટોગ્રાફ દ્વારા રાતોરાત દેશભરમાં જાણીતી થઇ ગયેલી સાઉથની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરને એના શિક્ષકો વારંવાર કહે છે કે તું ભણવામાં ધ્યાન આપ. આંખ મીંચકારવાથી દહાડો નહીં વળે. ખુદ પ્રિયાએ એક મુલાકાતમાં આ વાત કરી હતી. એણે સાઉથની એક ફિલમ ઓરુ આદાર લવ માટે આંખ મીંચકારતી હોય એવો પોઝ આપ્યો હતો અને એ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો.

પ્રિયાએ કહ્યું કે મારા ટીચર્સ કહે છે કે તું સ્માર્ટ છે તો ભણવામાં વધુ ધ્યાન આપ. ભણવામાં આગળ વધ. ફિલ્મો કરતાં તું અભ્યાસ દ્વારા ઘણી આગળ વધી શકીશ. પરંતુ મારી ઇચ્છા ફિલ્મોમાં અભિનય કરવાની છે એટલે હું એમની સલાહ સાંભળું છું પરંતુ મારું મન ફિલ્મો તરફ જ ઢળેલું રહે છે. એણે ઉમેર્યું કે મારો પરિવાર પણ એવું ઇચ્છે છે કે હું કોમર્સનો મારો અભ્યાસ પૂરો કરી લઉં. બીકોમની ડિર્ગી આડે માત્ર એક વર્ષ બાકી છે. એપૂરું થઇ જાય પછી તું તારે ફિલ્મોમાં કામ કરજેને એવું મારાં સ્વજનો કહે છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!