GSTV
Home » News » ફોન પર વાત કરવી ખિસ્સાને ભારે પડી જશે, ટેરિફમાં આટલો વધારો કરવાની તૈયારીમાં ટેલિકોમ કંપનીઓ

ફોન પર વાત કરવી ખિસ્સાને ભારે પડી જશે, ટેરિફમાં આટલો વધારો કરવાની તૈયારીમાં ટેલિકોમ કંપનીઓ

ભારતમાં 100 કરોડથી વધુ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ છે. તેનો ખર્ચ આ વર્ષે વધી શકે છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ટેરિફ્સમાં 25થી 30 ટકા વધારો કરવાની તૈયારીમાં છે. તેની પાછળનું કારણ એ છે કે તેની એવરેજ રેવન્યૂ પર યુઝર (ARPU) નથી વધી. જિયો આવ્યા પહેલા સુધી કંપનીઓ દર યુઝર પર 180-200 રૂપિયા કમાતી હતી, પરંતુ હવે તે ઘટીને 120 રૂપિયા સુધી આવી ગઇ છે.

વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલને Adjusted Gross Revenue (AGR)ની બાકીની રકમ પણ ચુકવવાની છે. તેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી જેને સંભાળવા માટે તેમણે મજબૂરીમાં સેવાઓ મોંઘી કરવી પડશે.

વોડાફોન-આઇડિયાએ બિઝનેસ બંધ કરવાની આશંકા વ્યક્ત કરી છે. જો આવું થયું તો માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલનો કબજો થઇ જશે. બંને ઓપરેટર્સને કિંમત વધારવામાં મુશ્કેલી નહી આવે.

પ્રતિ વ્યક્તિ ટેલિકોમ ખર્ચ ઘણો ઓછો

ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને રિલાયન્સ જિયોએ 2019ના અંતમાં પોતાના પ્રીપેડ ટેરિફ્સમાં 14થી 23 ટકાનો વધારો કર્યો હતો. આ પગલાથી ARPU વધીને 160 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. જો કે તેમાં સમસ્યા એ છે કે વોડાફોન-આઇડિયાને AGR પર રાહત નહી મળે તો તેણે ટૂંક સમયમાં ટેરિફ મોંઘા કરવા પડશે.

આંકડાઓ અનુસાર ટેલિકોમ સર્વિસીઝ પર આપણા ત્યાં સબસ્ક્રાઇબર્સનો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. ભારતમાં દરેક વ્યક્તિએ મોબાઇલ ખર્ચ 0.86 ટકા છે. આ ખર્ચ ગત ત્રણ વર્ષમાં ઘટ્યો છે. અમેરિકા, ચીન, બ્રિટન, સિંગાપોર, જાપાન અને ઓસ્ટ્રેલિયાના લોકો મોબાઇલ સર્વિસિઝ પર આપણા કરતાં વધુ ખર્ચ કરે છે.

Read Also

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!