GSTV
Life Trending

ખાસ વાંચો/ 4 એવા સંકેતો જે સૂચવે છે કે તમારો સાથી કોઇ બીજાના પ્રેમમાં પડ્યો છે, જાણવા માટે કરો ક્લિક

પાર્ટનર

જ્યારે તમે કોઇને પ્રેમ કરો છો, તો તમે એ વ્યક્તિ વિશે બધુ પસંદ કરો છો અને બીજા કોઇ વિશે વિચારી પણ નથી શકતા. જ્યારે તમે તેની સાથે હોવ છો, તો તમે તેનાથી પ્રભાવિત થાવો છો અને જ્યારે તમે તેની સાથે નથી હોતા, તો તમે તેના સિવાય બીજુ કોઇ પણ નથી વિચારી શકતા. આવુ હોય છે પ્રેમ…

પરંતુ ઘણી વખત એવુ થઇ શકે છે કે પ્રેમી યુગલ વચ્ચે મતભેદ થઇ શકે છે અને તમારા પાર્ટનરને બીજા કોઇમાં રસ હોઇ શકે છે. આવા સમયમાં તમે બસ આટલુ જ કરી શકો છો કે તેના વર્તનને જુઓ અને હકીકત જાણવાનો પ્રયાસ કરો. આ 4 નિશ્ચિત સંકેતો દ્વારા જાણો કે, શું તમારુ પાર્ટનર બીજા સાથે સમય પસાર કરી રહ્યો છે?

તે ભાવનાત્મક રીતે હવે તમારી સાથે નથી

તમારા અને તમારા સાથી વચ્ચે કોઈ વાતચીત નથી. તે હવે પહેલાની જેમ વાત નથી કરતો. તે તમારા માટે કોઇ પણ જગ્યાએ સાથ નથી આપતો.

તે તમારાથી દૂર રહે છે

જો તે બીજા કોઇમાં રસ લઇ રહ્યો છે, તો તે તમારાથી અને પરિવાર અથવા મિત્રોને સામેલ કરતી સામાજિક સ્થિતિથી બચવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે, કારણ કે તે પોતાને દોષિત અનુભવશે. તે ભવિષ્યના સંબંધના પ્રશ્નોના જવાબ નથી આપતો અને દૂર રહે છે.

તે હવે તમને નોટિસ નથી કરતો

જ્યારે તમે દરવાજાથી બહાર નિકળો છો, તો તે હવે તમારી પ્રશંસા નથી કરતો, કારણ કે તે હવે તમને નોટિસ નથી કરતો. તેઓ તમને જોતા નથી જેવું તે પહેલાં જોતા હતા.

યુવતી

પ્રેમ નામની હવે કોઈ પણ વસ્તુ નથી બચી

પહેલા જેવુ પ્રેમ હવે નથી રહ્યુ. બંને વચ્ચે વારંવાર ઝઘડા થાય છે. બંને એકબીજાને હવે સમજતા નથી. બંને વચ્ચે કોઈ રોમાન્સ નથી.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV