દરેક કોઈ વ્યક્તિ સાથે ક્યારેકને ક્યારેક એવું થતું હોય છે જ્યારે ઓફિસમાં અથવા ઘરમાં કોઈપણ નાની કે મોટી વસ્તુ મૂડ બગાડી નાંખતી હોય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિની જુદી જુદી પ્રતિક્રિયા રહેતી હોય છે. કેટલાક ચૂપ રહેવાનું પસંદ કરે તો કેટલાક ગુસ્સાથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાના પાર્ટનર પર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. જો તમારા પાર્ટનર સાથે પણ આવું થતું હોય તો આ સમયે તમારે કેટલીક બાબતોનું ધ્યાન આપવું જોઈએ.

ખરાબ મૂડ હોય ત્યારે ચર્ચા કરવાનું ટાળો
જો કોઈ કારણસર તમારા પાર્ટનરનો મૂડ ના હોય તો તેની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. ખરેખર, ગુસ્સામાં, વ્યક્તિ કંઈપણ વિચારવા માટે અસમર્થ હોય છે અને મોટેભાગે ખોટું થઈ જતું હોય છે.
પાર્ટનરનો મૂડ ખરાબ થવા પર તેનાથી દૂર ના ભાગો. ન તો ઘરથી બહાર જાઓ કે અન્ય રૂમમાં બેસી રહો. ભલે તમે તમારા પાર્ટનર સાથે વાત ન કરો પરંતુ તેની આસપાસ જ રહેવું. તેને તમારી હાજરીનો અહેસાસ કરાવતા રહો. સાથે જ તેને એ વાતનો દિલાશો આપો કે તમે તેની સાથે છો.

ઘણી વખત તમારા પાર્ટનરનો મૂડ ખરાબ હોય તેનું કારણ ભલે ગમે તે હોય પરંતુ તેને સતત એવું ના પૂછો કે ક્યા કારણોસર તેનો મૂડ ખરાબ છે. ઘણી વખત કોઈ એવી ઘટના બની હોય તેને ફરીથી દોહરાવવા માગતો ના હોય. એવા સમયે તેને વારંવાર પૂછીએ કે શું થયું શુંથયું, મને અત્યારે જ આખી વાત કહો? ‘આવું સાંભળીને તેનો મૂડ વધારે ખરાબ થઈ શકે છે. તેથી તમારા પાર્ટનરને શાંત થવા માટે થોડો સમય આપો. વારંવાર સવાલો ના કરો.
ખાવા પીવાનું ખોટું દબાણ ના કરો
ઘણી વખત લોકો મૂડ ખરાબ હોય ત્યારે ખાવાનું ટાળતા હોય છે. પરંતુ પરિવારના સભ્યો અથવા પાર્ટનર તેની કાળજી લેવા ખાવા માટે મજબૂર કરતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત જબરદસ્તી મોંઘી પડી જાય છે. પાર્ટનર ખાવાનો આગ્રહ કરવા નજીક જાય અને અન્ય બાબતનો ગુસ્સો તેની ઉપર ઠાલવી દે છે. જેનાથી ઘરનો માહોલ બગડશે. પાર્ટનર સાથે ઝગડો થવાથી તમારો મુડ પણ આઉટ થઈ જશે. એના બદલે તેને ખાવાની ઈચ્છા ન હોય તો સારું તમને ભૂખ લાગે ત્યારે કહેશો હું ગરમ કરી આપીશ.
જ્યારે પાર્ટનરનો મૂડ ખરાબ હોય ત્યારે તેમના પર ભૂલો લાદશો નહીં. મૂડ ખરાબ થવા પાછળ ભલે તેમની જ ભૂલ કેમ ના હોય. ગુસ્સામાં કહેલી દરેક વાત નોર્મલ કરતાં વધારે ખરાબ લાગે છે. એવામાં તમારી સાથે પણ તેમનો ઝગડો થઈ શકે છે. એટલે જ્યારે માહોલ શાંત થાય ત્યારે આ વાતની તેની સાથે ચર્ચા કરો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ