તમે માત્ર દારૂ અને ડ્રગ્સનાં નશા વિશે જ સાંભળ્યું હશે પણ એના સિવાયનાં એવા પણ નસેડી પડ્યાં છે કે જેનો નશો તમારી કલ્પનાં બહાર છે. એવો ભયંકર ટ્રેન્ડ ચાલ્યો છે કે જેના વિશે વાંચીને તો તમને વિશ્વાસ જ ન આવે. એ વાત એટલે એવી કે ટીનેજર્સ (એક પ્રજાતિ)લોકો સૅનેટરી પૅડ્સ અને ટેમ્પૂન્સને ગરમ કરીને એનો નશો કરે છે.
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ડોનેશિયામાં યુવાનો ટેમ્પૂન્સ અને પૅડ્સનો નશો કરે છે. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમાચારપત્ર જાકાર્તા પોસ્ટમાં છેલ્લા અઠવાડિયાથી સતત આ નવાં વ્યસન વિશે અહેવાલો છાપવામાં આવે છે.
ઇન્ડોનેશિયા નેશનલ ડ્રગ એજન્સી (બીએનએ) અનુસાર, સેનેટરી પૅડમાં ક્લોરિન હાજર હોવાથી લોકોને નશો ચઢે છે. બીએનએના અધ્યક્ષ વરિષ્ઠ કમાન્ડર સુપ્રિનેર્ટોએ જણાવ્યું હતું કે, ‘જે પ્રોડક્ટનો આ લોકો નશો કરવા માટે ઉપયોગ કરે છે, તે લિગલ છે. પરંતુ પેડ્સ આ હેતુ માટે બનાવાયો નથી માટે તે ખોટું છે, લોકો તેનો ઉપયોગ ડ્રગની જેમ કરે છે.
તેમજ આગળ કહ્યું કે, કચરામાંથી મળેલા સેનેટરી પૅડ્સ આ લોકો ઉકાળે છે અને પછી ઠંડા પડવાની સાથે પીતા હોય છે.
અહેવાલો અનુસાર જર્કાતાની રાજધાની જાવામાંથી ઘણા લોકોને સેનેટરી પૅડ્સનાં નશામાં ગિરફ્તાર કરવામાં આવ્યાં છે.
બેલીટુંગ ટાપુના 14 વર્ષનાં એક બાળકે જણાવ્યું કે ‘ સેનેટરી પૅડનું રેપર કાઢી નાખીને તેને એક કલાક સુધી પાણીમાં ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ તેને નિચોવીને લિક્વિડ એક કન્ટેનરમાં રાખવામાં આવે છે.’
તેનો સ્વાદ કડવો હોય છે પરંતુ અહીં દિવસભર બાળકો અને યુવાનો આ લિકવીડ પીતા રહે છે.
READ ALSO
- મહિલાની પેન્ટમાં ઘુસ્યો હતો વિંછી, પછી થયું એવું કે…..
- દુનિયાની એકમાત્ર હીરાની ખાણ, જ્યાં સામાન્ય લોકો પણ હીરા શોધી શકે…
- કેમ ફાંસી માટે નક્કી કરવામાં આવે છે સવારનો સમય, છેલ્લે કાનમાં આ વસ્તુ બોલે છે જલ્લાદ
- દેશમાં આ જગ્યાએ પ્રતિબંધ મૂકાયો પ્રી-વેડિંગ શૂટ પર, લગ્નમાં ડાન્સ શીખવા નહીં બોલાવી શકે કોરિયોગ્રાફરને પણ
- વિશ્વમાં આ છે અનોખો શખ્સ, જે પોતાને માને છે 70 ટકા પુરુષ અને 30 ટકા સ્ત્રી