GSTV

Google લાવી રહ્યુ છે જોરદાર ફીચર્સ, હવે સર્ચમાં આવશે તમારુ પણ નામ

જે તમે ઈચ્છતા હો કે, લોકો તમને Google પર સર્ચ કરો અને તમારા વિશે જાણકારી મેળવે તો તે માટે તમારે સેલિબ્રિટી બનવાની જરૂરિયાત નથી. Google તમારી ઓળખાણ દુનિયાના સામે લાવવાનો પ્લાન કરી રહ્યો છે. Google એ People Cards ફીચરને ભારતમાં લોન્ચ કરી દીધુ છે. આ એક પ્રકારનું વર્ચુઅલ વિજિટિંગ કાર્ડ થાય છે. જેની મદદથી તમે કોઈપણ વ્યક્તિને Google સર્ચમાં જ શોધી શકશો, અથવા કોઈપણ વ્યક્તિ તમને શોધી શકો છો. તેમાં તમારા વિશે આ જાણકારી દુનિયાને જે દેખાશે જ તમે ઈચ્છશે. જણાવી દઈએ કે, ભારતમાં જરૂરિયાત પણ વધારે છે કારણ કે, અહીંયા એક જ નામ ઘણા લોકોના હોય છે.

Google People Cards માં હશે શું?

Google એ ભારતની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને ઘણા ફીચર્સ ઉમેર્યા છે. જેમ કે કોઈપણ વ્યક્તિ ફક્ત એક જ કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડની તપાસ કર્યા બાદ જ તેને આપવામાં આવશે. દરેક કાર્ડમાં વ્યક્તિના ફોટો, વ્યવસાય, લોકેશનની વિગતો આપવી પડશે, જેથી તે સમાન નામવાળા અન્ય કાર્ડથી અલગ થઈ શકે. જો યુઝર્સ ઈચ્છે તો, આ કાર્ડમાં પોતાનો અભ્યાસ, કોન્ટેક્ટ, ગામ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ જેવી માહિતી ઉમેરી શકે છે. યુઝર્સનું કાર્ડ પર સંપૂર્ણનિયંત્રણ રહેશે, જેથી તે ઈચ્છે ત્યારે પોતાનીમાહિતી ભૂંસી શકે છે અને જ્યારે ઇચ્છે ત્યારે અપડેટ કરી શકે છે. તે સિવાય જો યૂઝર્સ કાયમ માટે કાર્ડ બંધ કરવા માંગે છે, તો તે તે પણ કરી શકે છે. ત્યારબાદ યૂઝર્સનું નામ Google સર્ચમાં ક્યારેય દેખાશે નહીં. ગૂગલે હાલમાં આ ફીચર્સ મોબાઈલ સર્ચ માટે બનાવ્યું છે. આ ફીચર્સ હાલમાં વેબ માટે ઉપલબ્ધ નથી.

Google People Card કેવી રીતે બનાવીએ?

પીપલ કાર્ડ બનાવવુ ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમારે તમારા Google એકાઉન્ટમાં લોગ-ઈન કરવાનું રહેશે. ત્યારબાદ યૂઝરને પોતાનુ નામ Googleમાં જઈને સર્ચ કરવાનું રહેશે અથવા ટાઈપ કરવાનું રહેશે. ‘Add me to Search’. સૌ પ્રથમ યૂઝરને Google સર્ચમાં એડ કરવાનુ હશે. ત્યારબાદ યૂઝર પોતાનુ કાર્ડ બનાવવાનુ શરૂ કરી શકે છે. તમે તમારા કાર્ડમાં પસંદીદા ફોટો લગાવી શકો છો. તેની નીચે પોતાના વિશે નાની પ્રોફાઈલ પણ લખી શકો છો. પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ, ઈમેલ વગેરેની જાણકારી નાખી સેવ કરતા જ તમારું કાર્ડ તૈયાર થઈ જશે.

READ ALSO

Related posts

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!