GSTV

તૈયાર થઇ જાઓ/ 1 ફેબ્રુઆરીથી આપની લાઇફ સાથે જોડાયેલ આ સુવિધાઓમાં આવશે મોટો બદલાવ

wallet-empty

Last Updated on January 26, 2021 by Pravin Makwana

1 ફેબ્રુઆરી 2021થી તમારા રોજિંદા જીવનને લગતા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યાં છે. જેમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત અને એટીએમમાંથી પૈસા ઉપાડવા જેવી સુવિધાઓ શામેલ છે. 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમન બજેટ 2021-22 રજૂ કરશે. જેમાં જે ઉત્પાદન પરની કસ્ટમ ડ્યુટી વધી-ઘટી શકે છે, તે ઉત્પાદન આગળ જતા મોંઘા અને સસ્તા થઈ શકે છે. ત્યારે અહીં જાણીશું આ નિયમોને વિશે…

1 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર

1 ફેબ્રુઆરીથી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. જો કે ગયા વર્ષે ડિસેમ્બરમાં એલપીજીના ભાવમાં 2 ગણો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીઓએ ભાવમાં વધારો કર્યો ન હતો. હવે ફેબ્રુઆરી મહિનામાં એ જોવું રહ્યું કે, શું કંપનીઓ કિંમતોમાં વધારો કરે છે કે નહીં. દર મહિનાની પ્રથમ તારીખે કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે.

આ ATM માંથી નહીં ઉપાડી શકો રૂપિયા

પંજાબ નેશનલ બેંક (PNB) 1 એપ્રિલથી તેના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. દેશભરમાં વધી રહેલા એટીએમ ફ્રોડને રોકવા માટે પીએનબીએ એક પ્રશંસનીય પગલું ભર્યું છે. જો તમારું પણ PNB માં બેંક ખાતું છે, તો આ સમાચાર ખાસ આપની માટે છે. 1 ફેબ્રુઆરીથી PNB ગ્રાહક નોન-ઇએમવી એટીએમ મશીનોમાંથી પૈસા નહીં ઉપાડી શકે. પીએનબી બેંકે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. નોન-ઇએમવી એટીએમ અથવા અમાન્ય-ઇએમવી એટીએમ તે હોય છે કે, જેમાં વ્યવહાર દરમિયાન એટીએમ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો નથી. આ મશીનોમાં ડેટા કાર્ડને ચુંબકીય પટ્ટી દ્વારા વાંચવામાં આવે છે.

ATM-transaction

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે

1 ફેબ્રુઆરીના રજૂ થવા જઇ રહેલા સામાન્ય બજેટમાં અનેક વસ્તુઓ જેમ કે, ફર્નિચર, તાંબાનો ભંગાર, કેટલાંક રસાયણો, ટેલિકમ્યુનિકેશન્સ ઉપકરણો અને રબરના ઉત્પાદનો સહિતની ઘણી ચીજો પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. જેવી સૂત્રોએ આ માહિતી આપી હતી. પોલિશ કરવામાં આવેલા 20થી વધુ ઉત્પાદનો જેવાં કે, પોલિશ્ડ હીરા, રબરનો માલ, ચામડાના વસ્ત્રો, ટેલિકમ્યુનિકેશન સાધનો અને કાર્પેટ પર આયાત ખર્ચમાં પણ કાપ મૂકી શકાય છે. આ સિવાય ફર્નિચર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાંક પડી રહેલા લાકડાં અને હાર્ડબોર્ડ વગેરે પરની કસ્ટમ્સ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય તેવી શક્યતા છે.

READ ALSO :

Related posts

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!