GSTV
Home » News » બેન્ક લોકરમાં પણ સુરક્ષિત નથી તમારા ઘરેણા અને કિંમતી સામાન, સૌથી પહેલાં કરી લો આ કામ

બેન્ક લોકરમાં પણ સુરક્ષિત નથી તમારા ઘરેણા અને કિંમતી સામાન, સૌથી પહેલાં કરી લો આ કામ

મોટાભાગના લોકો પોતાના ઘરેણાં અને અન્ય કિંમતી ચીજોને બેંકના લોકરમાં રાખવાનું પસંદ કરે છે, કારણ કે તેઓને લાગે છે કે ઘરેણાને ઘરે કરતાં લોકરમાં રાખવું વધુ સલામત છે. બેંકમાં તેની ચોરી થવાની સંભાવના ઘરની તુલનામાં ઘણી ઓછી છે, પરંતુ શું તમે જાણો છો કે લોકરમાં રાખેલી વસ્તુઓ માટે બેંક કોઈ જવાબદારી લેતી નથી, કેમ કે તે જાણતી નથી કે લોકરમાં શું રાખવામાં આવ્યું છે.

હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે તમારી કિંમતી ચીજો લોકરમાં પણ સુરક્ષિત નથી, તો પછી તેમને ત્યાં રાખવાનો શું ફાયદો છે, પરંતુ થોભો, બેંક લોકર ખરેખર સલામત જ છે, પણ જો તમે તેનો વીમો લેશો તો તે વધુ સલામત થઈ જશે.

તો પ્રશ્ન એ ઉભો થાય છે કે તેનો વીમો કેવી રીતે થશે? ઘણી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ છે, જે તેમના હોમ ઈન્શ્યોરન્સ અથવા કંટેન્ટ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ હેઠળ બેંક લોકર ઈન્શ્યોરન્સ પ્રદાન કરે છે. કેટલીક કંપનીઓ કે જે આ પ્રકારનો વીમો આપે છે તે છે IFFCO ટોક્યો જનરલ ઇન્સ્યુરન્સ.

કેવી પરિસ્થિતિઓમાં કવર મળી શકે

કંપનીની નીતિ આ સંજોગોમાં બેંકના લોકરમાં રાખેલી વસ્તુઓના નુકસાન અથવા બરબાદી માટે કવર પૂરૂ પાડે છે. – અકસ્માત

  • ચોરી
  • બેંક કર્મચારીઓ દ્વારા બેઇમાની
  • આતંકવાદી કૃત્યો

એક્સટેન્ડેડ કવરેજ

  • શેર અને સ્ટોક પ્રમાણપત્રો, ડિપોઝીટ રીસીપ્ટ
  • વીમા પોલિસી
  • ટાઈટસ ડિટ્સ, પ્લાન્સ અને મેન્યુસ્ક્રીપ્ટ્સ
  • પાસપોર્ટ
  • અન્ય વ્યક્તિગત રેકોર્ડ્સ અને સર્ટિફિકેટ્સ

વીમો ફક્ત ઝવેરાત અને અન્ય કિંમતી ચીજો માટે જ નહીં, પણ બેંકના લોકરમાં રાખેલા જરૂરી દસ્તાવેજો માટે પણ લઈ શકાય છે. કંપની માત્ર 300 રૂપિયામાં ઓછામાં ઓછો 3 લાખ રૂપિયાનો વીમા અને 2,500 રૂપિયામાં મહત્તમ 40 લાખનો વીમો આપે છે. ઇફ્કો ટોક્યો સિવાય ટાટા એઆઈજી જ્વેલરી એન્ડ વેલ્યુએબલ્સ ઇન્સ્યુરન્સના નામથી આ પ્રકારનો વીમો આપે છે. બીજી કંપની એચડીએફસી આર્ગો જવેલર્સ પેકેજના નામ હેઠળ આ રીતનો વીમો આપે છે.

Read Also

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!