GSTV
Home » News » કોંગ્રેસમા તમારું હાર્દિક સ્વાગત છેઃ ખેસ ધારણ કર્યા બાદ પહેલી વખત પાર્ટી ઓફિસ પહોંચ્યો

કોંગ્રેસમા તમારું હાર્દિક સ્વાગત છેઃ ખેસ ધારણ કર્યા બાદ પહેલી વખત પાર્ટી ઓફિસ પહોંચ્યો

Hardik Patel

કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલીવાર હાર્દિક પટેલે કોંગ્રેસ ભવનની મુલાકાત લીધી. અહીં તેણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી. લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની રહેશે તેમ મનાય છે. હાર્દિક પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરી શકે છે.

મહત્વનું છે કે હાર્દિક પટેલ 12 માર્ચના રોજ યોજાયેલી રેલીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જે બાદ હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન કર્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જીતશે. તેણે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થક પાટીદાર નેતાઓ અને પાસના કાર્યકરો રેલીમાં હાજર રહ્યા હતા. જોકે હાર્દિક એકલો જ કોંગ્રેસમાં જોડાયો છે. તેની પાસની ટીમે આંદોલન ચાલુ રાખવાનો દાવો કર્યો છે.

પાટીદાર અનામત આંદોનની મુખ્ય ચહેરો બનેલો હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યો છે. જોકે, આ પહેલા પણ તેના પર કોંગ્રેસને સમર્થન કરવાના આક્ષેપો લાગી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીને આશા છે કે હાર્દિકના પક્ષમાં જોડાવવાથી પાર્ટીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાં ફાયદો મળી શકે છે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ માને છે કે હાર્દિકના કોંગ્રેસ પ્રવેશથી કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્કમાં ભાગલા પડશે અને બધુ સરભર થઇ જશે. અને કોંગ્રેસના દિલ્હીના નેતાઓ માને છે તેવો મોટો ફાયદો નહીં થાય.

Related posts

કોંગ્રેસે રાહુલના રાજીનામાનો કર્યો અસ્વીકાર, પાર્ટીને હજુ પણ રાહુલની જરૂર

Nilesh Jethva

મમતા દીદીએ કવિતા લખીને પીએમ મોદી-ભાજપ પર સાધ્યું નિશાન

Riyaz Parmar

સુરત જિલ્લાના તમામ શહેરોમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ શરૂ, ઘણી જગ્યાએ લાલીયાવાડી સામે આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!