GSTV
Home » News » તમારું ફેસબુક એકાઉન્ટ વેચીને ખરીદી શકો છો બજાજ પલ્સર 180 DTSi

તમારું ફેસબુક એકાઉન્ટ વેચીને ખરીદી શકો છો બજાજ પલ્સર 180 DTSi

તમારામાંથી મોટાભાગના લોકો ફેસબુકનો ઉપયોગ કરતા હશે. કેટલાંક લોકોની પાસે તો 8-10 એકાઉન્ટ હશે, કારણકે કેટલાંક લોકો પાસવર્ડ ભૂલી જવાથી તાત્કાલિક નવુ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખે છે. તમે ફ્રી સમયમાં ફેસબુક પર કોઇ પણ વસ્તુ શેર કરો છો, પરંતુ શું અમે તમને કહીએ કે તમે તમારું પોતાનુ ફેસબુક એકાઉન્ટ વેચી નાખો તો તમે કહેશો કે આ શું મજાક છે. અહીં જણાવવાનું કે આ જ હકીકત છે કે તમે તમારું ફેસબુક એકાઉન્ટ વેચીને નવી Bajaj Pulsar 180 DTSi બાઇક ખરીદી શકો છો. આવો જાણીએ કેવીરીતે?

અત્યારે સૌપ્રથમ સવાલ તમારા મગજમાં આવતો હશે કે આખરે મારા ફેસબુક એકાઉન્ટના બદલે કેટલા પૈસા મળશે કે હું બજાજની નવી બાઇક ખરીદી લઇશ. તો અમે તમને જણાવીએ કે જો તમને લાગે છે કે તમારે ફેસબુક એકાઉન્ટ છોડી દેવુ જોઇએ. તો તમે પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરાવી શકો છો, પરંતુ કદાચ તમે જાણતા નથી કે તેના માટે તમારે 1000 ડૉલર એટલેકે લગભગ 70,000 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

ખરેખર, ઓહિયો સ્થિત કેનયન કૉલેજના કેટલાંક સંશોધનકારોએ મજાકમાં નહીં, પરંતુ વાસ્તવમાં ફેસબુક એકાઉન્ટની બોલી લગાવી છે, એટલે જાણી શકાય છે કે એક ફેસબુક એકાઉન્ટની કિંમત કેટલી છે. જેના માટે સંશોધનકારોએ સર્વેમાં સામેલ લોકોને સવાલ પૂછ્યો કે જો તેમને ફેસબુક છોડવાને બદલે પૈસા આપવામાં આવે તો તેઓ 1 દિવસ, 1 અઠવાડિયુ, એક મહિનો અથવા 1 વર્ષ માટે કેટલા પૈસા લેશે.

વિચારવા જેવી વાત એ છે કે સર્વેમાં સામેલ લોકોને તેના માટે પૈસા પણ આપવામાં આવ્યાં. આ સર્વેમાં સામેલ લોકોએ એક વર્ષ માટે ફેસબુક બંધ કરવાના બદલે સરેરાશ 1000 ડૉલર એટલેકે 70,000 રૂપિયાની માંગ કરી છે. એવામાં આ કિંમતમાં બીજા કેટલાંક પૈસા ઉમેરીને તમે નવી Bajaj Pulsar 180 DTSi ખરીદી શકો છો, જેની કિંમત લગભગ 70,243 રૂપિયા છે.

તો 1 દિવસ ફેસબુકથી અંતર બનાવવા માટે 4.17 ડૉલર, 1 અઠવાડિયા માટે 37 ડૉલર સુધીની બોલી લાગી. ઉલ્લેખનીય છે કે અત્યારે આખી દુનિયામાં ફેસબુકના 2.2 અબજ યૂઝર્સ છે. એવામાં આ બધા લોકોના એકાઉન્ટની કિંમત 1,54,00,00,00,000 રૂપિયા થાય છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar