GSTV
Auto & Tech Trending

ખાસ વાંચો/ Facebook કે LinkedIn પરથી ક્યાંક તમારો ડેટા પણ લીક નથી થયો ને! આ ટ્રિકથી જાણો

ડેટા

અવારનવાર તમને ડેટા લીકની ખબરો સાંભળવા મળતી રહે છે. તેવામાં તે વાતનો ડર લાગવો વ્યાજબી છે કે ક્યાંક મારો ડેટા તો ચોરી નથી થયો ને! મનની શંકા દૂર કરવા માટે તે જાણવુ જરૂરી છે કે તમારો ડેટા લીક થયો છે કે નહીં. તેને ચેક કરવા માટે સાધારણ રીતનો ઉપયોગ કરી શકાય છે. ચાલો તમને જણાવીએ કે આ માટેની પ્રોસેસ શું છે.

આ વેબસાઇટ દ્વારા જાણો

‘Have i been pwned’ નામની એક વેબસાઇટ છે. જેમાં તમે તમારુ Email અથવા Phone Number નાંખીને ચેક કરી શકો છો કે તમારો ડેટા ચોરી થયો છે કે નહી. પહેલા યુઝર્સ ફક્ત આ પ્લેટફોર્મ પર ઇમેલ એડ્રેસથી સર્ચ કરી શકતાં હતાં.

ડેટા

આ રીતે કરો સર્ચ

હવે આ વેબસાઇટ પર તમારો મોબાઇલ નંબર સર્ચ બોક્સમાં નાંખી શકો છો. અને આ વેબસાઇટ વેરિફાય કરશે કે તમારી ડિટેલ્સ આ લીક ડેટાબેસમાં છે કે નહીં.

Facbeookનો ડેટા લીક

થોડા સમય પહેલા સુધી ખબર સામે આવી હતી જે બાદ યુઝર્સ દંગ રહી ગયા હતાં. રિપોર્ટ અનુસાર ફેસબુકના 533 મિલિયન એટલે કે આશરે 53.30 કરોડ યુઝર્સનો પ્રાઇવેટ ડેટા હેકર્સ ફોરમ પર લીક કરવામાં આવ્યો છે. આ ડેટા આશરે 106 દેશોના યુઝર્સનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમે આ વેબસાઇટની પ્રાઇવસી પોલીસીને વિસ્તારથી વાંચો. આ સાથે જ તમે તમારુ ઇમેલ અથવા ફોનને પબ્લિક સર્ચમાં સામેલ ન થવા માટે opt in કરી શકો છો.

ડેટા

9.9 કરોડ ભારતીય યુઝર્સનો ડેટા થયો લીક

થોડા દિવસ પહેલા ભારતમાં ડેટા લીકની એક મોટી ખબર સામે આવી હતી. જેમાં આશરે 9.9 કરોડ ભારતીયોનો ડેટા લીક થયો હતો. હેકરોએ દાવો કર્યો હતો કે તેમણે મોબિક્વિકના 9.9 કરોડ ભારતીય યુઝર્સનો ડેટા ઉડાવી લીધો હતો. તેમાં આ લોકોના મોબાઇલ ફોન નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ્સ, ઇમેલ અને ક્રેડિટ કાર્ડ નંબર સામેલ છે.

અપનાવો આ ટ્રિક્સ

-તમારો સ્ટ્રોંગ પાસવર્ડ અથવા પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવો જોઇએ.
-તમે સિક્યોરિટીના એક એક્સ્ટ્રા લેયર માટે બે-ફેક્ટર વેરિફિકેશન એક્ટિવેટ કરી શકો છો.
-તમે બાયોમેટ્રિક્સ પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV