GSTV
Business India News Trending

એલર્ટ! ક્રેડિટ-ડેબિટ કાર્ડ માત્ર 6 સેકન્ડમાં હેક થઈ જશે, તેને સુરક્ષિત રાખવા માટે આટલું ધ્યાન રાખો

જેમ જેમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દુનિયા ઝડપથી વધી રહી છે, તેમ સાયબર ક્રાઈમનો ગ્રાફ પણ વધી રહ્યો છે. સાયબર ક્રાઈમ આપનાં નાણાની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે.NordVPN એ તાજેતરમાં 140 દેશોમાં 4 મિલિયન પેમેન્ટ કાર્ડ્સ પર અભ્યાસ કર્યો. જેમાં જણાવ્યું કે, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને માત્ર છ સેકન્ડમાં હેક કરી શકાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે પેમેન્ટ કાર્ડ હેક કરવાની સૌથી લોકપ્રિય પદ્ધતિ બ્રુટ ફોર્સિંગ છે. તે ખૂબ જ ઝડપથી કામ કરે છે અને માત્ર થોડાંક સેકંડોમાં કાર્ડ પર કબજો મેળવી લે છે.

NordVPNનાં CTO મારિજસ બ્રીડ્સનું કહેવું છે કે, ડાર્ક વેબ પર આટલી મોટી સંખ્યામાં કાર્ડ મેળવવાનો એકમાત્ર રસ્તો બ્રુટ ફોર્સિંગ છે. આ દ્વારા સાયબર ગુનેગારો કાર્ડ નંબર અને સીવીવીનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે. કોમ્પ્યુટરથી થતા સાયબર હુમલામાં માત્ર છ સેકન્ડનો સમય લાગે છે.અને સાચો નંબર લાગી જતા આપનું કાર્ડ હેક થઈ જાય છે.

 કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે કાર્ડ ધારકે માસિક નાણાની વિગતો મેળવતું રહેવું જોઈએ. આ સાથે બેંક તરફથી આવતી દરેક સુરક્ષા સૂચનાનો તરત જવાબ આપવો જોઈએ. જે એકાઉન્ટ સાથે તમારું કાર્ડ લિંક છે તેમાં માત્ર થોડી રકમ જ રાખો. તેમજ દરેક કામ માટે અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં સાયબર આરોપીઓ અને છેતરપિંડીઓ કરનારાઓ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ટેકનિકની માહિતી આપતી બુક બહાર પાડી હતી. જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને બેંકિંગને સુરક્ષિત બનાવવા માટે તમામ ઉપાયો આપવામાં આવ્યા છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે ,ફોન પર મળેલી લોન ઑફર્સ અને પેમેન્ટ્સ પર તમારી ગોપનીય માહિતી કોઈની સાથે પણ વિશ્વાસ ન કરો અથવા શેર ન કરો.

READ ALSO

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV