GSTV

મોંઘવારીનો માર/ વિમાનમાં વપરાતા ઇંધણ ATF કરતાં પણ મોંઘુ છે તમારા કાર- બાઇકનું પેટ્રોલ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ડીઝલની સદી

પેટ્રોલ

Last Updated on October 18, 2021 by Bansari

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વિમાનમાં વપરાતા ઇંધણન એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ) કરતાં પણ 33 ટકા વધી ગયો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં એક કીલોલિટર એટીએફનો ભાવ 79 રૂપિયા છે. 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં કુલ 5.95 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 4.65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ

પેટ્રોલનો ભાવ દેશના તમામ રાજ્યોના પાટનગરોમાં 100 રૂપિયાને પાર

આ સાથે જ પેટ્રોલનો ભાવ દેશના તમામ રાજ્યોના પાટનગરોમાં 100 રૂપિયાને પાર થઇ ગયો છે. 12થી વધુ રાજ્યોમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. બેંગાલુરૂ, દમણ અને સિલવાસામાં પણ ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે.

આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 105.84 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 94.57 રૂપિયા થઇ ગયો છે. બીજી તરફ મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 111.77 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 102.52 રૂપિયા થઇ ગયો છે.

પેટ્રોલ

ડીઝલનો ભાવ 12 રાજ્યોમાં 100 રૂપિયાને પાર

24 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 19મી વખત અને પેટ્રોલના ભાવમાં 16મી વખત ભાવ વધારવામાં આવ્યા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે. જ્યારે હવે ડીઝલનો ભાવ 12 રાજ્યોમાં 100 રૂપિયાને પાર થઇ ગયો છે.

આ 12 રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસૃથાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, કેરળ, કર્ણાટક અને લેહનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 12 અને 13 ઓક્ટોબરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી વિભિન્ન રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને 84.80 ડોલર થઇ ગયો છે.

Read Also

Related posts

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!