1 જાન્યુઆરીથી TV ચેનલો થશે અનહદ મોંધી: મફતની બધી ચેનલો કરાશે બંધ, જાણો કોનો કેટલો ભાવ

1 જાન્યુઆરીથી તમારું ટીવી જોવાનું વધુ મોંઘું થઈ જશે. દૂરસંચાર નિયમન સત્તાધિકાર (ટ્રાઈ)એ કેબલ ચેનલોનાં ચાર્જમાં મોટો વધારો કર્યો છે. નવા નિયમો અનુસાર હવે મફત-ટુ એર (એફટીએ) ચેનલો જોવા માટે પણ દર્શકોને પૈસા ખર્ચ કરવા પડશે. નવા નિયમો ડીટીએચ, કેબલ અને બ્રોડકાસ્ટર્સ પર લાગુ પડશે.

નવા લાગુ થનારા નિયમો અનુસાર દર્શકો જેટલી ચેનલો જોવા માંગે છે તેમને તેનાં જ પૈસા ચૂકવવા પડશે. ડીટીએચ અને કેબલ ઓપરેટરોએ દરેક ચેનલ માટે નક્કી કરેલ કિંમતની માહિતી વપરાશકર્તાને માર્ગદર્શિકા આપવાની રહેશે. દરેક ડીટીએચ કંપની અને કેબલ ઑપરેટરને આ નિયમ માનવો પડશે. જો નિયમ નહીં માને તો એના પર કાયદેસર પગલાં લેવાશે.

તેનો સૌથી વધુ બોજ ગરીબ અને ગામમાં રહેનારા દર્શકો પર પડશે, જે ફક્ત મફત-ટૂ એર ચેનલ જોતા હતા. અત્યારે દૂરદર્શનના ડીટીએચ ચેનલ જોવા માટે લોકોને પૈસા નથી આપવા પડતા. તેમજ ડીટીએચ પર ફ્રી-ટુ એટર ચેનલ અત્યાર સુધી અડધા ભાવમાં જોવા મળતી હતી.

તેમજ પેઈડ ચેનલોની કિંમતમાં પણ ફેરફાર થશે. ગામ અને નાના શહેરોમાં રહેતા લોકોને 200-250 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા એ હવે વધીને 440 રૂપિયા થશે. જો રમતો અને એચડી ચેનલો જોતી હોય તો 600 રૂપિયા ખર્ચ થશે. જો દર્શકો એ-લા-કાર્ટેનાં બેસિસ પર ચેનલ જોતા હોય તો પછી તેમને 800 રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ રહ્યું લિસ્ટ

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter