GSTV

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ તરીકે યુનુસ ખાનની વરણી

યુનુસ ખાન

Last Updated on June 9, 2020 by Arohi

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડનારી છે. કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનને કારણે આ પ્રવાસ અટકી પડ્યો હતો પરંતુ હવે ઓગસ્ટમાં પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમનારી છે અને તે માટે ટીમના બેટિંગ કોચ તરીકે યુનુસ ખાનની વરણી કરવામાં આવી છે જ્યારે સ્પિન બોલિંગ કોચ તરીકે મહાન સ્પિનર મુસ્તાક અહેમદને નીમવામાં આવ્યા છે.

118 ટેસ્ટમાં 10,099 રન ફટકાર્યા

42 વર્ષીય યુનુસ ખાને પાકિસ્તાન માટે 118 ટેસ્ટમાં 10,099 રન ફટકાર્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 313 રનનો રહ્યો છે. એ વખતે તે આઇસીસી ક્રમાંકમાં નંબર વન પર પહોંચી ગયો હતો. પાકિસ્તાનની ટીમ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમશે અને 30મી જુલાઈથી પ્રવાસનો પ્રારંભ કરશે. ત્યાર બાદ 29મી ઓગસ્ટથી તે ત્રણ ટી20 મેચની સિરીઝ પણ રમશે.

ટીમ તેની કાબેલિયતનો લાભ ઉઠાવશે

પીસીબીના વડા વસિમ ખાને આ અંગે જણાવ્યું હતું કે મને આનંદ થાય છે કે યુનુસ ખાન જેવી કક્ષાનો બેટ્સમેન ટીમને કોચિંગ આપવાનો છે. તે આ માટે સહમત થયો તે આનંદની વાત છે. યુનુસની કાર્ય પ્રણાલિ, મેચ પૂર્વેની તેની તૈયારીઓ અને ઇંગ્લેન્ડના હવામાન અંગેના તેના જ્ઞાનનો ટીમને લાભ મળશે. તે આદર્શ ખેલાડી છે અને ટીમ તેની કાબેલિયતનો લાભ ઉઠાવશે તેમાં શંકા નથી તેમ વસિમ ખાને ઉમેર્યું હતું.

52 ટેસ્ટ રમ્યો હતો

એક જમાનામાં પોતાની લેગ સ્પિન બોલિંગથી બેટ્સમેનને ચકમો આપનારો મુસ્તાક અહેમદ પાકિસ્તાન માટે 52 ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે 185 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના પ્રવાસમાં પાકિસ્તાનની ટીમને મુસ્તાક અહેમદ જેવા બોલિંગ કોચનો લાભ એટલા માટે રહેશે કેમ કે તે અગાઉ ઇંગ્લેન્ડની ટીમને કોચિંગ આપી ચૂક્યો છે. આ ઉપરાંત તે વેસ્ટ ઇન્ડિઝની ટીમનો પણ કોચ રહી ચૂક્યો છે.

Read Also

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!