GSTV

વિવાદિત સહજાનંદ હોસ્ટેલ : યુવતીઓને માસિક દરમિયાન અલગ જ રૂમમાં રહેવું પડેશે

Last Updated on February 17, 2020 by

ભૂજની વિવાદિત સહજાનંદ હોસ્ટેલના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહી. યુવતીઓને માસિક દરમિયાન અલગ જ રૂમમાં રહેવું પડે છે. Mc છાત્રો માટે અલગ વ્યવસ્થા છે. નિયમોના ફેરફાર કરવાની સત્તા ફક્ત મંદિર પાસે છે. 21મી સદીમાં પણ મહિલાઓની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરાશે. માસિક પિરિયડની છાત્રાઓને બેઝમેન્ટમાં અલગ રાખવામાં આવે છે. જ્યાં 3 દિવસ સુધી એજ રૂમમાં રહેવું ફરજીયાત છે.

ભૂજની સહજાનંદ ગલ્સૅ કોલેજમાં માસિક ધર્મને લઇને માથાકૂટ થઇ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ, રાજ્ય સરકારે પણ આ વાતને ગંભીરતાથી લીધી છે. હવે રહી રહીને ચાર લોકોની ધરપકડ કરાઇ છે. જો કે આમ છતા સહજાનંદ કોલેજમાં ભણતી યુવતીઓ જ્યારે માસિક ધર્મમાં હશે ત્યારે તેઓએ કોલેજના નિયમો પાળવા જ પડશે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે આ વાતની કોઇ આધિકારીક પૃષ્ટી થઇ નથી.

ભૂજની સહજાનંદ કોલેજ, જે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના વસ્ત્રો ઉતરાવીને માસિક ધર્મમાં છે કે નહીં તેની તપાસ બાદ ચર્ચામાં આવી છે. ત્યારે કોલેજમાં કરાયેલા આ કૃત્ય બાદ હવે આચાર્ય, અને હોસ્ટેલના સુપરવાઇઝર સહિત 4 આરોપીની ધરપકડ કરાઇ છે. નોંધનીય છેકે આ ગંભીર ઘટનામાં રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે અને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ, જેથી રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈએ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને ઇન્ચાર્જ એસપી દેસાઈ સાથે આ અંગે બેઠક યોજી હતી.

જેમાં મહિલા આયોગે તટસ્થ તપાસની ખાતરી સાથે દીકરીઓને ન્યાય મળશે તેવી વાત ઉચ્ચારી છે. ઉપરાંત સંસ્થાના માસિક ધર્મના નિયમો અંગે ચર્ચા થઈ હતી. ભારે વિવાદ બાદ ટ્રસ્ટી મંડળે માસિક દરમિયાન ત્રણ દિવસના રૂઢિગત નિયમો બદલવાની ખાતરી આપી છે. જો કે એક ચર્ચા એવી પણ છે કે સહજાનંદ કોલેજ માસિક ધર્મના નિયમોમાં કોઇ ફેરફાર કરવાના પક્ષમાં નથી.
સહજાનંદ કોલેજમાં માસિક ધર્મની તપાસના આ કૃત્ય બાદ પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ કડક કાર્યવાહી કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે. ચાર લોકોની ધરપકડ કરીને વિવિધ કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાઈ છે.

નોંધનીય છેકે સહજાનંદ કોલેજમાં બનેલી આ ઘટના અંગે રાજ્ય સરકારે કડક કાર્યવાહીની વાત કરી હતી. હવે રહી રહીને આચાર્ય, હોસ્ટેલ સુપરવાઇઝર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરાઇ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સંસ્થા માસિક ધર્મને લઇને તેમના કડક નિયમોમાં ફેરફાર કરશે કે કેમ.

READ ALSO

Related posts

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana

એલર્ટ/ બસ એક ફોન કૉલ અને ખાલી થઇ જશે તમારુ બેંક એકાઉન્ટ, બચવું હોય તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Bansari

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!