પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપી ફ્લેટ ખરીદવા દહેજ પેટે રૂપિયા 20 લાખ લઇ આવવા દબાણ કરી માર મારી ઘરમાંથી કાઢી મુકનાર મનપાના ડૉક્ટર પતિ સહિત ચાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
ત્રણેક મહિના સુધી લગ્નજીવન સુખમય પસાર થયું
પાલનપુર કેનાલ રોડ સ્થિત નક્ષત્ર સોલીટેરના ફ્લેટ નં. એ-602માં રહેતા અને મનપામાં ડૉક્ટર તરીકે નોકરી કરતા ભાવિક જીતેન્દ્ર પટેલે વર્ષ 2018માં સમાજના રીત-રિવાજ મુજબ અવની (નામ બદલ્યું છે) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. શરૂઆતના ત્રણેક મહિના સુધી લગ્નજીવન સુખમય પસાર થયું હતું, પરંતુ ત્યાર બાદ સસરા જીતેન્દ્ર શંભુદાસ પટેલ અને સાસુ જીગ્નાશાબેન અને નણંદ નેહલ ઘરેલું કામકાજ અને રસોઇ બનાવતા આવડતી નથી એમ કહી મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કર્યુ હતું. જમ્યા બાદ સસરા અવનીને પોતાની બાજુમાં બેસવા માટે અને ફોટા ક્લીક કરી વ્હોટ્સઅપ મોકલાવી કન્ડગત કરતા હતા.


વડીલોની મધ્યસ્થીથી પરત આવી
સસરાના અક્ષોભનીય વર્તન અંગે અવની પતિ ભાવિકને ફરિયાદ કરતી તો, તે પણ પિતા જેમ કહે તેમ જ કરવા અને ઘરની બહાર જવું હોય તો પણ એમની મંજૂરી લઇને જવાનું કહેતા હતા. અવનીનો અભ્યાસ ચાલુ હોવાથી પરીક્ષાના સમયે પિયરમાં વાંચવા જવા માટે પણ ઇન્કાર કરી દીધો હતો અને ફ્લેટ માટે રૂા. 20 લાખની માંગણી કરી હતી. આ મુદ્દે ઝઘડો થતા અવની પિયરમાં ચાલી ગઇ હતી, પરંતુ વડીલોની મધ્યસ્થીથી પરત આવી હતી.
અવનીને તેના ઘરે મુકીને ભાવિક ચાલ્યો ગયો
જો કે આ અરસામાં પતિ ભાવિકને તેની સાથે અભ્યાસ કરતી વિનસ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતા અવનીએ પતિનો ઠપકો આપ્યો હતો, પરંતુ ભાવિકે પોતના અંગત જીવનમાં દરમિયાનગીરી કરવાનું ના કહી વિનસને હું રાખવાનો છું એમ કહ્યું હતું. ત્યારબાદ ગત જાન્યુઆરી મહિનામાં ઝઘડો કરી માર મારી અવનીને તેના ઘરે મુકીને ભાવિક ચાલ્યો ગયો હતો.
READ ALSO
- લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ 3 ગંભીર પ્રભાવ, જાણો આ સમસ્યાનો ઉપાય
- શનિદેવને કરો પ્રસન્ન/ શનિવારે સાંજે કોઇને જણાવ્યા વિના જરૂર કરો આ ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર
- અંગદાન મહાદાન: અમદાવાદની મહિલાએ 3 લોકોને આપ્યું જીવનદાન, બ્રેઇનડેડથી થયું હતું મોત
- કામના સમાચાર/ વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢી દરરોજ 1 કલાકનું કરો રનિંગ, આટલી વધી શકે છે તમારી ઉંમર
- તમારા રસોડામાં હાજર આ 4 મસાલા ડાયાબિટીસને કરી શકે છે કંટ્રોલ, આ રીતે કરો ઉપયોગ