GSTV

ચેતજો/ હવે નાની ઉંમરના લોકોને કોરોના બનાવી રહ્યો છે શિકાર, બેદરકારી ભારે પડી જશે

કોરોના

વડોદરામાં આજે સાંજે એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ ૩૫ વર્ષના યુવકનું મોત થયુ છે. છેલ્લા ચાર દિવસમાં યુવા વયે કોરોનામાં મોત થયુ હોય તેવો આ બીજો કિસ્સો છે જે આજની મહામારીમાં પણ બેદરકાર રહેતા લોકો માટે ચેતવણીજનક છે.

ચેતી જાવ, હવે નાની ઉમરના લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે

હાથીખાના-ફતેપુરા ટેકરી ઉપર રહેતો અને કોર્પોરેશનના વોર્ડ નં-૨ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતો કોરોના વોરિયર ૩૪ વર્ષનો આકાશ સોલંકીને કોરોનાનું સંક્રમણ લાગતા ગત તા.૭મી સપ્ટેમ્બર સોમવારે સાંજે ૭ વાગ્યે એસએસજી હોસ્પિટલમા દાખલ કરાયો હતો અને આજે ૧૬મી સપ્ટેમ્બર સાંજે ૭ વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. તે છેલ્લા બે દિવસથી વેન્ટિલેટર ઉપર હતો.

આકાશના મોતથી તેના પરિવાર પર વીજળી પડી છે.ત્યક્તા મા અને નાની બહેન માટે આકાશ એકમાત્ર સહારારૃપ હતો. ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયાં પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.

કોઇ બિમારી ન હોય તેવા લોકો પણ બની રહ્યાં છે ભોગ

આકાશ ઉપરાંત છોટાઉદેપુરના વસાવા પરિવારની ૨૪ વર્ષની યુવતીનું પણ ચાર દિવસ પહેલા એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયુ હતું તે કોરોના પોઝિટિવ હતી અને છોટાઉદેપુરથી વધુ સારવાર માટે અહી રિફર કરવામાં આવી હતી.

કોરોનાના કારણે મોટી ઉમર અથવા તો અન્ય બીમારી ધરાવતા હોય તેવા દર્દીઓને જ મોતનો ખતરો છે એવુ નથી રહ્યું હવે યુવા વયે અને બીજી કોઇ મોટી બીમારી ના હોય તો પણ કોરોનામાં મોત થઇ રહ્યા છે. વડોદરામાં છેલ્લા ચાર દિવસમાં આવા બે કિસ્સા નોંધાયા છે જે અન્ય લોકો માટે ચેતવણીજનક છે ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ કોરોનાનું અસ્તિત્વ મટી ગયુ છે તેમ માનીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર રખડી રહ્યા છે.

Read Also

Related posts

ઈન્કમટેક્સમાં 3 વખત ડેડલાઈનનો મળ્યો છે લાભ, હવે 30 સપ્ટેમ્બર સુધીમાં નહીં કરો આ કામ તો થશે 10 હજારનો દંડ

Karan

વીઝાની ઝંઝટમાંથી છૂટકારો, માત્ર પાસપોર્ટથી દુનિયાના આ 16 દેશોની કરો સફર

Ankita Trada

નુકશાન/ પાક નુકસાની અંગે કૃષિ મંત્રીનું મહત્વનું નિવેદન, રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!