GSTV
Home » News » સગીરા ટ્યુશન સંચાલક દંપતિ સાથે અંબાજી દર્શન કરવા ગઇ, પરત ન ફરતા પિતા….

સગીરા ટ્યુશન સંચાલક દંપતિ સાથે અંબાજી દર્શન કરવા ગઇ, પરત ન ફરતા પિતા….

ચિત્ર માં મોઢે રૂમાલ થી ચ્હેરો લુસી રહેલા મનહરભાઈ બેબસ છે કારણકે તેમની વ્હાલ સોઈ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણનો જેના પર આક્ષેપ છે તે તેના ટ્યૂશન ક્લાસના સંચાલક દંપતી કશ્યપ પટેલ અને કવિતા પટેલ પર છે.

વ્હાલી દીકરી ધોરણ 12 પરીક્ષામાં પાસ થતા સંચાલક દંપતી મનહરભાઈના ઘરે આવ્યું હતું અને દીકરી પાસ થઇ ગઈ હોવાથી અંબાજી દર્શન કરી આવીયે તેમ સંચાલક દંપતીએ મનહર ભાઈને કહ્યું હતું. જેથી સંચાલક દંપતીના વિશ્વાસમાં આવી મનહરભાઈ એ તેમની દીકરીને પટેલ દંપતી સાથે અંબાજી દર્શેન જવા માટે પરવાનગી આપી હતી.

દીકરી છેલ્લા ચાર વર્ષ થી ક્લાસ ના સંચાલકો ને ત્યાંજ ટ્યૂશન ક્લાસ માં જતી હતી, અને સંચાલક દંપતી પણ મનહરભાઈના ઘર નજીક રહેતા હોવાથી પારિવારિક સંબંધો પણ હતા અને પરિવાર એકબીજાને ઓળખતા હોવાથી મનહરભાઇએ ગત 29 મી મેં ના રોજ જવા માટે પરવાનગી આપી હતી. જેથી ટ્યૂશન ક્લાસના સંચાલક કશ્યપ અને કવિતા દીકરીને સાથે લઇને અંબાજી દર્શને જવા માટે નીકળ્યા હતા. તેમજ અંબાજી પહોંચતા જ 30 તારીખે દીકરી એ પપ્પા મનહરભાઈને બપોરે ફોન કર્યો હતો અને વાતચીત પણ કરી હતી. પરંતુ તે દિવસે ફોન આવ્યા પછી દીકરીનો ફોન પણ બંધ થઇ ગયોઃહતો. આ સાથે જ કશ્યપ અને કવિતાના ફોન પણ બંધ થઇ ગયા.

દીકરી ઘરેથી ગયાને 2 દિવસ વીતવા છતાં પણ દીકરી પરત નહિ આવતા શોધખોળ કરી હતી અને મોબાઈલ પર તપાસ કરતા તમામના ફોન બંધ થઇ ગયા હતાં. જેથી મનહરભાઈ અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો અને કશ્યપના ઘરે તાપસ કરતા તેના વૃદ્ધ માતા પિતા મળી આવ્યા હતા અને તેવો પણ કશ્યપ નો કોઈજ સંપર્ક નહિ થતા વિમાસણમાં હતાં. દિવસો વીતી જતા મનહરભાઈ દીકરીને લઇને વધુ ચિંતિત બન્યા હતા, અને પરિવારજનો સાથે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ત્રણેયનો કોઈજ સંપર્ક થયો ન હતો.

ટ્યૂશન કલાસના દંપતી પર વિશ્વાસ મૂકીને દીકરીને તેમની સાથે મોકલ્યા પછી દીકરીનો કોઈજ પતો નહિ લાગતા આખરે મનહરભાઈએ દીકરીના અપહરણ ની સંચાલકો વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી , પોલીસે પણ હાલ ટ્યૂશન કલાસ માં અભ્યાસ કરતા સાથી વિદ્યાર્થીઓ ની પૂછપરછ કરી છે. જોકે હાલ ટ્યૂશન કલાસ પણ બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કશ્યપ અને તેમની પત્ની કવિતા પટેલ વડોદરા નજીકના બિલ ગામમાં ઓમ સાંઈ ક્લાસીસ નામ થી ધોરણ 1 થી 12નાં ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. મનહરભાઈની દીકરી ધોરણ 9 થી આ જ ક્લાસ માં અભ્યાસ કરી રહી હતી. અને તેમનો પુત્ર પણ આજ ક્લાસ માં અભ્યાસ કરે છે અને છેલ્લા ચાર વર્ષ થી તેમની દીકરી આજ ટ્યૂશન ક્લાસ માં જતી હોવાથી સંચાલકો સાથે પારિવારિક સબંધો થયા હતાં. પરંતુ ગત 29 મી મેં ના રોજ દંપતીએ જયારે દીકરી પાસ થઇ ગઈ હોવાથી અંબાજી દર્શેન જવા માટે કહ્યું હતું અને અને દંપતી પર વિશ્વાસ મૂકીને દીકરીને અંબાજી દર્શન કરવા માટે જવાની પરવાનગી આપી હતી.પરંતુ અંબાજી ગયા બાદ દીકરી અને ટ્યૂશન ક્લાસના સંચાલક દંપતીનો કોઈજ પત્તો લાગ્યો નથી તમામનાં મોબાઈલ બંધ થઇ ગયા હતાં. જો કે છેલ્લું લોકેશન અંબાજીનું આવતું હતું પરંતુ તેઓ ત્યાં ક્યાં રોકાયા કોની સાથે સંપર્ક માં હતા તે કશું જાણી શકાયું નથી.

READ ALSO

Related posts

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

NIsha Patel

છેલ્લી તક! LICની આ પોલીસીમાં 9 રૂપિયા ખર્ચીને મેળવો લાખો રૂપિયા, થશે બમણો ફાયદો

Bansari

ખુશખબરી! રીટાયરમેન્ટ સમયે PFના પૈસા બે ગણા મળશે, અપનાવો આ સરળ રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!