GSTV
Home » News » કોહલીની સફળતામાંથી યુવા બેટ્સમેનોએ લેવો જોઇએ બોધપાઠ

કોહલીની સફળતામાંથી યુવા બેટ્સમેનોએ લેવો જોઇએ બોધપાઠ

જીતવાં માટે 196 રનનો જેવો આસાન પડકાર પણ ભારતીય બેટ્સમેનો ઝીલી ન શકતાં પ્રથમ ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. ત્યારે કોહલી સીવાય અન્ય કોઈપણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યુ ન હતુ. ત્યારે શ્રીલંકન બેટ્સમેન અને લિજેંડ કુમાર સંગરક્કારા માને છે કે અન્ય બેટ્સમેનોએ કોહલીની સફળતામાંથી બોધપાઠ લેવો જોઈએ.

ટીમ ઈંડિયાએ બન્ને ઈનિંગમાં 435 રન કર્યા હતા. જેમાં એકલાં કોહલી એ 200 રન કર્યા હતા. આ સીવાય ટીમનું ટોપ ઓર્ડર અ‍ડધી સદી પણ કરી શકયા ન હતા. તે બાબત અંગે બોલતાં તે કહે છે કે ભારતીય બેટ્સમેનો એ પહેલાં એ વાત નક્કી કરી લેવી જોઈએ કે તેઓને ફ્રંટ ફુટ પર રમવું છે કે બેક ફુટ પર કોહલીની ઈનિંગની એ જ કમાલ છે.

જો તમે અન્ય બેટ્સમેનને જોશો તો તેમણે એ જ ભુલ કરી. રેહાનેનું ફુટ વર્ક પહેલાં યોગ્ય જ હતુ. પરંતુ બટલરની બોલિંગ આવતાં જ તેણે પોતાની એકાગ્રતા ગુમાવી તેવું જ દિનેશ કાર્તિક સાથે બન્યુ.

અલબત તેણે લોકેશ રાહુલની ટીકા ન કરી હતી. કારણ સ્વિંગ થઈને આવતો બોલ પારખવામાં ક્યારેક ભુલ થઈ જાય તે સ્વાભાવિક છે. તો શિખર ધવન અંગે તેણે કહ્યુ કે શિખર શંકા સાથે બેટિંગ કરી રહ્યો હોય તેવું લાગે છે. બીજી ટેસ્ટ ગુરુવારથી શરુ થવાં જઈ રહી છે.

Related posts

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah

એવું તે શું થયું છે ઈશાંત શર્માને, કે બે દિવસથી સુઈ શકતો નથી !

Pravin Makwana

FIH Hockey Pro League : ઓસ્ટ્રેલિયા સામેની ટક્કરમાં ભારતનો કારમો પરાજય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!