GSTV
Home » News » ભારતની અંડર-19 ટીમના સ્ટાર્સ જલ્દી જ સીનિયર ટીમમાં રમશે

ભારતની અંડર-19 ટીમના સ્ટાર્સ જલ્દી જ સીનિયર ટીમમાં રમશે

આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઈનલમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ ભારતને રનર્સઅપ ટાઈટલથી સંતોષ માનવો પડયો હતો. વર્લ્ડ જુનિયર ચેમ્પિયન તરીકેનું ટાઈટલ ગુમાવ્યા બાદ સ્વદેશ પરત ફરેલી ભારતીય ટીમના યુવા ખેલાડીઓનો જુસ્સો વધારતાં કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે, ભારતની અંડર-૧૯ ટીમના કેટલાક સ્ટાર્સ તો ટુંક સમયમાં જ ભારતની સીનિયર ટીમમાં રમતાં જોવા મળશે.

ભારતની અંડર-૧૯ ટીમે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોને હરાવતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ફાઈનલમાં બાંગ્લાદેશ સામેનો બેટીંંગ ધબડકો ટીમને ભારે પડયો હતો. ભારતની અંડર-૧૯ ટીમના કોચ પારસ મહામ્બ્રેને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ટુર્નામેન્ટમાં આપણા ખેલાડીઓનએ જે પ્રકારનો દેખાવ કર્યો તેનાથી અમે ખુબ જ ખુશ છીએ. અમે સાતત્યભર્યો દેખાવ કર્યો અને ધુરંધર ગણાતી ટીમોને પછાડીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. જોકે ફાઈનલમાં અમે ધાર્યા પ્રમાણે રમી ન શક્યા આમ છતાં અમે અમારા દેખાવથી સંતુષ્ઠ છીએ.

પારસે ઊમેર્યું કે, બાંગ્લાદેશને હવે નબળું ન ગણી શકાય. જ્યારે કોઈ ટીમ ફાઈનલમાં પ્રવેશે, ત્યારે તેણે સાતત્યભર્યો દેખાવ કર્યો હોય તો જ તે શક્ય છે. આમ છતાં અમારા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો. ખાસ કરીને યુવા ખેલાડીઓએ જે પ્રકારના કૌશલ્ય દર્શાવ્યા છે, તે ખરેખર કાબિલેતારીફ છે. આ બધા ખેલાડીઓની સામે લાંબી અને ઉજ્જવળ કારકિર્દી પડી છે અને મને વિશ્વાસ છે કે, તેઓ આવનારા દિવસોમાં વધુ ઊંચાઈને હાંસલ કરશે.

ભૂતકાળમાં અંડર-૧૯ વર્લ્ડ કપમાં શાનદાર સફળતા મેળવ્યા બાદ યુવરાજ સિંઘ, કેપ્ટન કોહલી સહિત મોહમ્મદ કૈફ, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, વેણુગોપાલ રાવ, પૃથ્વી શૉ અને શુભમન ગિલ સહિતના ખેલાડીઓ ભારતની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ભારતની હાલની ટીમ અંગે કોમેન્ટ કરતાં પારસે કહ્યું કે, જો હું એકાદ ખેલાડીનું નામ લઈશ તો અન્ય ખેલાડીઓને અન્યાય થશે. આ ટીમમાં ઘણા બધા પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને તેઓ ભારતની સિનિયર ટીમમાં સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે. જોકે આનો ખરો જવાબ તો આવનારો સમય જ આપશે.

Read Also

Related posts

ભારતનો એશિયન કુસ્તીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, પાંચ ગોલ્ડ સાથે કુલ 20 મેડલ જીતીને ત્રીજા ક્રમે

pratik shah

આવ ભાઇ હરખા આપણે બે સરખા, વિપક્ષોને નિશાન બનાવવામાં ટ્રમ્પે ભારત આવીને મોદીવાળી કરી

Bansari

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!