આગામી દિવસોમાં હવે ગીરના ડાલામથુંની ડણક ગાંધીનગરમાં સાંભળવા મળશે. કારણ કે અહીં એશિયાટીક સિંહની જોડી લાવવામાં આવશે છે. આ જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવશે. ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ પાર્કમાં પહેલીવાર સિંહ જોડી આવી રહી હોવાના કારણે પ્રાણી સંગ્રહાલયના નિષ્ણાંત તબીબોએ પણ ચકાસણી હાથ ધરી છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઈન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી આપી દીધી છે. હવે બે-ત્રણ દિવસમાં સિંહની એક જોડી જૂનાગઢથી ગાંધીનગર લાવવામાં આવશે. જૂનાગઢ ઝૂમાંથી જે સિંહ લાવવામાં આવશે તેને 21 દિવસ સુધી દેખરેખમાં રખાશે. આ દરમિયાન તબીબો અને વનવિભાગ સિંહનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ લોકો સિંહના દર્શન કરી શકશે.