GSTV

એવરગ્રીન/ આ 8 બૉલીવુડ ફિલ્મો જોઇને તમે ક્યારેય કંટાળશો નહીં, ઘણાયે કેટલીયે વાર જોઈ લીધી હશે!

ફિલ્મો

જો તમે કંટાળી રહ્યા છો, તમારો મૂડ ખરાબ છે અને તમે મૂડને હળવો કરવાની પદ્ધતિ શોધી રહ્યા છે તો બૉલીવુડની આ 8 ફિલ્મો જુઓ. આ 8 બૉલીવુડ ફિલ્મો જોઇને તમે ક્યારેય કંટાળશો નહીં. આ 8 બૉલીવુડ ફિલ્મો જોઇને તમે ક્યારેય કંટાળશો નહીં..!

(1) 3 ઈડિયટ્સ

ફિલ્મો

આ ફિલ્મ એક ખૂબ જ સ્ટ્રોન્ગ સામાજિક સંદેશ આપે છે. ફિલ્મમાં રેન્ચો અને તેમના દોસ્ત પોતાના રમુજી અંદાજમાં આપણા દેશના એજ્યુકેશન સિસ્ટમની પોલ ખોલે છે અને એક જરૂરી સામાજિક સંદેશો પણ આપે છે. આજના યુવાનોની મસ્તી અને વાસ્તવિક પરિસ્થિતિ બંને આ ફિલ્મમાં પરફેક્ટ કોમ્બિનેશન છે.

(2) લગે રહો મુન્નાભાઇ

એક ગેંગસ્ટરને કેવી રીતે માનવીય મૂલ્યોનો આભાસ થાય છે અને તેનું જીવન બદલાઇ જાય છે, આ ફિલ્મમાં ખૂબ જ રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યું છે. તમે હંસતા-હંસતા એક ગેંગસ્ટરને એક સારો વ્યક્તિ બનતા દર્શાવે છે. બસ આ જ છે આ ફિલ્મની ખાસિયત. ‘મુન્નાભાઇ એમબીબીએસ’ ની જેમ જ ‘લગે રહો મુન્નાભાઇ’ને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે.
આ 8 બૉલીવુડ ફિલ્મો જોઇને તમે ક્યારેય કંટાળશો નહીં..!

(3) દિલ ચાહતા હૈ

આ બોલીવુડની ગેમ ચેન્જર ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા આપણે ક્યારેય કલ્પના પણ કરી શકતા ન હતા કે બોલીવુડ આજના યુવાનોની પર્સનલ પ્રોબ્લમ્સને આટલુ સંવેદનશીલતાની સાથે પણ દર્શાવવામાં આવી શકે છે. ફિલ્મમાં જેટલી મસ્તી છે તેટલી જ સંવેદનશીલતા પણ છે અને આ વાત જ આ ફિલ્મને ખાસ બનાવે છે. આ ફિલ્મને જોઇને તમને પોતાના મિત્રોની યાદ આવી જશે.

(4) જબ વી મેટ

એક મનમૌજી પંજાબી છોકરી જ્યારે ટ્રેનમાં ઉદાસ બિઝનેસમેનને મળે છે તો શું થાય છે. કેવી રીતે તે જીવનમાં ખુશીઓ લઇને આવે છે જ્યારે તે પોતે પોતાના જીવનથી લડી રહી હોય છે. ‘જબ વી મેટ’ બોલીવુડની મોસ્ટ રોમેન્ટિક ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મની ટ્રીટમેન્ટ જ આ ફિલ્મને બીજી રોમાંટિક ફિલ્મોથી અલગ બનાવે છે. આ ફિલ્મ તમને ખૂબ જ અનોખા અંદાજમાં પ્રેમનું મહત્ત્વ શીખવી જાય છે.

(5) જો જીતા વહી સિકંદર

નવા જમાનાની સ્કૂલ, સ્કૂલ કૉમ્પિટીશન, ટીનએજ લવ… આ ફિલ્મમાં ટીનએજર્સના જીવનના દરેક રંગને ખૂબ જ સુંદરતાથી દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મને જોઇને તમને પોતાની સ્કૂલ, દોસ્ત, પ્રથમ ક્રશ… ઘણુ બધુ યાદ આવી જશે અને ફિલ્મ જોઇને તમને ખૂબ જ સંતુષ્ટિ અને આનંદનો અનુભવ થશે.

(6) ક્વીન

ક્વીન ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે આ ફિલ્મનો મેસેજ. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે મહિલાઓની ઇચ્છાઓ પુરુષોના સહારાની મોહતાજ નથી હોતી અને કંગના રનૌતે પોતાના અભિનયથી મહિલાઓની લાગણીઓને ખૂબ જ દમદાર રીતે પ્રસ્તુત કરે છે. જો તમે અત્યાર સુધી ક્વીન ફિલ્મ નથી જોઇ તો તમારે આ ફિલ્મ જોવી જોઇએ.

(7) ઝિન્દગી ના મિલેગી દોબારા

એકથી એક શ્રેષ્ઠ કલાકાર, લોકેશન અને ખૂબ જ દમદાર સ્ટોરીલાઇન આ ફિલ્મની ખાસિયત છે. આ ફિલ્મ તમને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. જ્યાં તમે વારંવાર જવા ઇચ્છશો. જો તને અત્યાર સુધી ‘ઝિન્દગી ના મિલેગી દોબારા’ ફિલ્મ નથી જોઇ તો હવે મોડુ ન કરશો આજે જ આ ફિલ્મ જોઇ લો.

(8) દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

આ ફિલ્મે પેઢીઓને પ્રેમ કરતા શીખવાડ્યું. બોલીવુડની આ બ્લોકબસ્ટર ફિલ્મ જેટલી વાર જોશો, તેટલીવાર જોવાનું મન થાય છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડી, ફિલ્મની લોકેશન કહાની… બધુ જ એટલું જ સુંદર છે કે ફિલ્મને જોઇને તમે એક મિનિટ માટે પણ કંટાળી શકશો નહીં.

Read Also

Related posts

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

Karan

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

Pravin Makwana

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!