પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી, ચુકાદા માટે તમારે આ દિવસની રાહ જોવી પડશે

મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પાર્કિંગ ચાર્જને લઈને સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગ જરૂરિયાતની વસ્તુ હોવાથી તેનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાય નહિ. મોલ સંચાલકો પાર્કિંગ થકી મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેની સામે સામાન્ય પ્રજા પાર્કિગ ચાર્જથી બચવા જાહેર માર્ગ પર વાહન પાર્ક કરે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જ્યારે બચાવ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી કે પાર્કિંગ ચાર્જ ન વસૂલી શકાય એવો કોઈ નિયમ નથી. પાર્કિંગ ચાર્જમાં વધ-ઘટ કરી શકાય પણ તેને સંપૂર્ણપણે ફ્રી ન કરી શકાય. અગાઉ હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ટુ વ્હીલર માટે રૂ.10 અને ફોર વ્હીલર માટે રૂ.20ની ફોર્મ્યુલા સામે આવી પિટિશન દાખલ કરી હતી. બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે આ મામલે આગામી દિવસોમાં ચુકાદો જાહેર કરી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter