GSTV
Business Trending

હવે રસ્તા પર ચાલતા-ફરતા વાહનોમાં ભરાવી શકશો CNG! પમ્પ સુધી જવાની નહિ પડે જરૂરત

CNG

એનસીઆરમાં CNG પમ્પો પર રોજ ઇંધણ ભરાવવા માટે લાઈનો લાગવી સામન્ય વાત છે. માટે લોકોનો ઘણો સમય ખરાબ થાય છે. હવે સામાન્ય લોકોને આ લાંબી લાઈનોમાં કલાક ઉભા રહેવાથી છુટકારો અપાવવા દિલ્હી સરકારે નવી વ્યવસ્થા શરુ કરી છે. જે હેઠળ લોકોને રસ્તા પર ચાલતા વાહનો દ્વારા સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલા આ વ્યવસ્થા ડીઝલ વાહનો માટે શરુ કરવામાં આવી ચુકી છે. પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સીએનજીની ચાલતી ઇંધણ આપૂર્તિ વાળી સુવિધા ઉપલબ્ધ કરાવવા વાળી યુનિટની શરૂઆત કરી છે. આ પહેલી યુનિટ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ(IGL)એ દક્ષિણી દિલ્હીમાં શરુ થશે.

ચાલતા-ફરતા વાહનોમાં રાખી શકાય છે 1500 કિલો સીએનજી

આઇજીએ દિલ્હી સાથે જ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમકયા પણ સીએનજીનું છૂટક વેચાણ થાય છે. એવા જ ઘણા યુનિટ મહાનગર ગેસ લિમિટેડે મહારાષ્ટ્રના રાયગઢમાં શરુ કર્યા છે. આ રીતે સુવિધા આપવા વાળા વાહનોમાં 1500 કિલો સુધી સીએનજી રાખી શકાય છે. એના દ્વારા દરરોજ લગભગ 200 વાહનોને ઇંધણ ઉપલબ્ધ કરાવી શકાય છે. કેન્દ્રીય પ્રધાને 8 જૂન 2021ના રોજ 201 સીએનજી સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યા. સાથે જ ઉત્તર પ્રદેશની ઝાંસીમાં પાઇપ દ્વારા પ્રાકૃતિક ગેસની આપૂર્તિ સુવિધાની શરૂઆત કરી. શરુ કરવામાં આવેલ નવા 201 સીએનજી સ્ટેશનોમાં 54 ઇન્દ્રપ્રસ્થ ગેસે લગાવ્યા છે. એમાં 21 દિલ્હી, 16 હરિયાણા, 15 ઉત્તર પ્રદેશ અને બે રાજસ્થાનમાં લગાવ્યા છે.

નાના શહેરો અને કસ્બાઓ સુધી પહોંચી રહી નેચરલ ગેસ

પ્રધાને કહ્યું કે અત્યાર સુધી સીએનજી સ્ટેશન અને પાઇપ દ્વારા પ્રાકૃતિક ગેસની આપૂર્તિ માત્ર મહાનગરોમાં થતી હતી. હવે નાના શહેરોમાં અને કસ્બાઓ સુધી પણ સીએનજી સ્ટેશન અને પાઇપ દ્વારા પ્રાકૃતિક ગેસ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ઇંધણને દરેક શહેર અને કસ્બા સુધી પહોંચાડવું કેન્દ્ર સરકારની આ યોજનાનો ભાગ છે, જેમાં 2030 સુધી દેશની ઉર્જા ખપતમાં પ્રાકૃતિક ગેસનો ભાગ હાજર 6.2%થી વધીને 15% કરવાનો છે. પ્રધાને કહ્યું કે એમનું મંત્રાલય હાઇડ્રોજન, બાયોગેસ,એથનોલ મિશ્રિત પેટ્રોલ અને એલએનજી જેવા સ્વચ્છ અને પ્રાકૃતિક ઇંધણને અપનાવવા પર ભાર આપી રહ્યું છે.

Read Also

Related posts

બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત

GSTV Web Desk

રાજકારણ/ બિહારમાં એડવાન્સમાં જ ઘડાયો હતો પ્લોટ, ભાજપ ઉંઘતું ઝડપાયું

Hardik Hingu

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk
GSTV