તાળાબંધીમાં લોકોને રોકડનો અભાવ સહન કરવો પડી રહ્યો છે. તેઓ 1 ટકાના વ્યાજ પર લોન લઈ શકે. સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં લોકોનો સૌથી વધુ પસંદ કરેલો વિકલ્પ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) માનવામાં આવે છે. મોટાભાગના લોકો જોખમ લીધા વિના લાંબા ગાળા માટે પીપીએફની પસંદગી કરે છે. પીપીએફ દ્વારા લોન લેવી એ બેંક રિટેલ લોન, ગોલ્ડ લોન અથવા એફડી લેવા કરતાં વધારે ફાયદાકારક છે.

પીપીએફ દ્વારા લોન લેવી એ, બેંક રિટેલ લોન, ગોલ્ડ લોન અથવા એફડી પર લોન લેવા કરતાં વધારે ફાયદાકારક
પીપીએફ ખાતા પર લોનની સુવિધા ત્રીજા વર્ષથી શરૂ થાય છે, છઠ્ઠા વર્ષ સુધી ઉપલબ્ધ છે. 6 વર્ષ પછી પી.પી.એફ. પાછો ખેંચી શકાય છે. બીજા વર્ષના અંતે, લોન તરીકે ખાતામાં જમા રકમ પર 25% રકમ લઈ શકો છો. કોઈ વ્યક્તિ પીપીએફ ખાતા સામે એડવાન્સ લોન લે છે, તો તેના પર ફક્ત 1% વ્યાજ ચૂકવવામાં આવશે. અગાઉ આ વ્યાજ દર 2 ટકા હતો. વ્યાજ દર મહિનાના પહેલા દિવસથી લેવામાં આવશે જેમાં લોન લેવામાં આવી છે. માની લો કે જો કોઈ વ્યક્તિ અન્ય શરતો પૂરી કર્યા પછી 50 હજાર રૂપિયાની લોન લઈ રહી છે, તો તેણે વાર્ષિક 1 ટકા વ્યાજ ચૂકવવું પડશે.


માત્ર બે માસિક હપ્તામાં વ્યાજ જમા કરવાની જોગવાઈ છે
લોન 36 મહિનામાં ભરપાઇ કરવાની રહેશે. માત્ર બે માસિક હપ્તામાં વ્યાજ જમા કરવાની જોગવાઈ છે. મુખ્ય રકમ જમા કરાવ્યા પછી, વ્યાજની રકમ કરવી પડશે. જો 36 મહિનાની અંદર લોન જમા કરવામાં નહીં આવે, તો બાકી રકમ પર 6 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.