GSTV
Home » News » લોકસભાની ચૂંટણી બાદના પરિણામથી તમે ચોંકી જશોઃ અમે નહીં આ નેતા કહે છે

લોકસભાની ચૂંટણી બાદના પરિણામથી તમે ચોંકી જશોઃ અમે નહીં આ નેતા કહે છે

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ત્યારે આ કલહને દૂર કરવા અને કાર્યકરોમાં નવું જોમ પૂરવા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરતા પહેલા સાતવ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી તેમની પાસેથી સેન્સ લેશે.

તો પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં હોવાનો પુનઃ દાવો કર્યો છે. બીજી તરફ ભાજપે સાતવની ગુજરાત મુલાકાત મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હંફાવવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજીવ સાતવની અધ્યક્ષતમાં ચૂંટણીલક્ષી વિવિધ બેઠકોનો દૌર શરૂ થયો છે. જેમાં ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી મુદ્દે ચર્ચા-વિચારણા થશે.

જો કે 26 બેઠકો પર ઉમેદવાર નક્કી કરતા પહેલા સાતવ કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી સેન્સ લેશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા વિવિધ 6 કમિટીની પણ રચના કરાઇ છે. રાજીવ સાતવે આગામી લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહેશે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રભારી સાતવની બેઠક અંગે માહિતી આપી હતી. સાથે જ ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં હોવાનો ફરી દાવો કર્યો હતો. બીજી તરફ ભાજપના કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ રાજીવ સાતવની ગુજરાત મુલાકાતને લઇને કોંગ્રેસ પર નિશાન સાધ્યું.

મહત્વનું છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ચાલતો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના નારાજ સિનિયર નેતાઓ અને ધારાસભ્યોએ અલગથી બેઠક યોજી હાઇકમાન્ડ પર ભીંસ વધારી છે. ત્યારે રાજીવ સાતવ નારાજ નેતાઓને મળી તેમની નારાજગી દૂર કરવાના પ્રયાસો હાથ ધરશે.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!