GSTV

પિઝાનું આ સ્વરૂપ જોઈને ચોંકી જશો તમે પણ, આજે જ લો ગુજરાતની આ જગ્યાની મુલાકાત અને કરો આ અનોખા પીઝા ટેસ્ટ

Last Updated on September 27, 2021 by GSTV Web Desk

ઇટાલિયન ડીશ પીઝાના સંદર્ભમાં એક જૂની કહેવત છે કે, પ્રેમ નિરાશ કરી શકે છે પીઝા નહિ. ગુજરાતના સુરત શહેરમાં હાલ એક નવુ નજરાણું શરુ થયુ છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. સુરત શહેરમાં રસ્તા પરના સ્ટ્રીટ સાઇડ ફૂડ સ્ટોલમાં માટીના કુલ્લ્ડમાં પિઝા પીરસવામાં આવી રહ્યા છે. આપણા દેશમાં પિઝા સાથે આ પ્રકારનો અનોખો પ્રયોગ પહેલી વાર કરવામાં આવ્યો છે. આ અનોખા પિઝાના ફોટા અને વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે ફક્ત એટલું જ નહીં હાલ આ નવા પિઝાનો સ્વાદ લેવા માટે લોકો તલપાપડ પણ થઇ રહ્યા છે.

પીઝા

2 મિલિયનથી વધુ લોકોએ જોયો આ પીઝાનો વિડીયો :

કુલ્લ્ડમા પીરસવામાં આવતા આ પિઝાનો વીડિયો અવર મુંબઈ નામના યુટ્યુબ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 20 લાખ કરતા પણ વધુ વખત જોવામાં આવી ચુક્યો છે અને હજુ પણ તે વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા પિઝાને સુરતના એક પ્રખ્યાત સ્નેક આઉટલેટ કોન ચાટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. લોકોએ આ વીડિયો જોઈને અનેકવિધ રમૂજી ટિપ્પણીઓ પણ કરી છે.

એક યુઝરે લખ્યું હતું કે, ‘મને મારા ભારતીય હોવાનો ગર્વ છે કે જ્યા એટલા પ્રતિભાશાળી લોકો છે કે, જે કુલ્લ્ડમાં પણ પીઝા બનાવી આપી શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ આ પિઝામાં મેયોનીઝના 3 લેયર કેવી રીતે મૂક્યા? તે હજુ સુધી પણ નથી સમજાઈ રહ્યું. તે પિઝા નથી, પરંતુ તે પોટજા છે! આ નામ સાંભળીને ઇટાલિયન લોકો જ્યારે ગાંડાની જેમ આ જગ્યાએ પહોંચી જશે.”

પીઝા

આવી રીતે બને કુલ્લ્ડમાં પિઝા :

કુલ્લ્ડ પીઝા બનાવવા માટે સૌથી પહેલા એક પાત્રમાં સબ્જી, બ્રેડ ક્રમ્બ્સ, મસાલા અને પનીરનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે. આ માટે તેણે મેયોનીઝ અને ટોમેટો કેચઅપ જેવી ઘણી ચટણીઓ સાથે બાફેલ મકાઈ, સમારેલા ટામેટાં અને ચીઝ ક્યુબનો ઉપયોગ કર્યો છે. ખરેખર, એકવાર તો આ વાનગીનો ટેસ્ટ અવશ્ય લેવો જોઈએ. તો રાહ ના જુઓ અને આજે જ લો સુરતની મુલાકાત અને ટેસ્ટ કરો આ વાનગી.

Read Also

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!