આ ઘટનાં સાંભળીને તમને ચારણ કન્યા યાદ આવી જશે, દોઢ કલાક સુધી વાઘ સામે આંખ મિલાવીને….

જંગલની રેન્જમાં પદ પર એક મહિલા વનરક્ષક આવી હતી પ્રાણીઓની ગણતરી કરવા માટે પણ પછી થયો ગયો મૃત્યુનો સામનો. એક પેગમાર્કનો પીછો કરતી વખતે તે એક નદીની નજીક પહોંચી અને વાઘ માત્ર 8થી 10 મીટર દૂર જ બેઠો હતો એ એણે જોયો. વાઘે તેમને જોઈને દહાડ લગાવી, પરંતુ તે વાઘની સામે એકની બે ન થઈ. દોઢ કલાક સુધી તે વાઘની આંખોથી આંખો મિલાવીને ઊભી રહી હતી. આ બહાદુરીની ઘટના મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાંથી સામે આવી છે.

મધ્યપ્રદેશનાં હોશંગાબાદ જિલ્લામાં સતપુરા ટાઇગર રિઝર્વની મતકુલી શ્રેણીમાં મહિલા વનરક્ષક સુધા ધુર્વે મંગળવારે સવારે બે સાથીદારો સાથે વાઘની સામે દોઢ કલાક ઉભી રહી હતી. વાઘે ઘણી વખત ડરાવવા માટે દહાડ કરી. પરંતુ સુધા ધૂર્વે કોઈ પણ જાતની હલનચલન કર્યા વગર, એક જ સ્થાને ઉભી રહી હતી.

સુધાએ સાથી ચોકીદારોને ઈશારામાં કહ્યું કે જો ભાગવાનો પ્રયત્ન કરશું તો વાઘ આપણા પર હુમલો કરશે. તેથી તેઓ વાઘની સામે જ ઊભી રહી હતી. દોઢ કલાક સુધી મૃત્યુ સામે હોય અને એનો સામનો કર્યો હોય એમ તે ઉભી હતી. પછી વાઘ ચાલ્યો ગયો હતો. અને આ લોકો પરત ફર્યા હતા.

સતપુરા ટાઇગર રિઝર્વના વન અધિકારીઓ અનુસાર, ઝીરિયા બીટની ગણતરી દરમિયાન, સુધા ધુર્વે તેમનાં સાથી મરીન સાથે જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓની ગણતરી માટે ગઈ હતી. સવારના 6 વાગ્યે તેમણે ફૂટપાથ પર કેટલાક પેગમાર્ક નજરમાં આવ્યાં. તેમણે તેમનો પીછો કર્યા અને પછી તરત જ તે નદી પાસે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે વાઘ 8થી 10 મીટરની અંતરે જ ઉભો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter