તમે ભાજપમાં આવતા રહો તમે માંગો એટલા રૂપિયા અને મિનિસ્ટ્રી આપશું, ભાજપની ઓફર થઈ જગજાહેર…

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો બીજેપી પર હોર્સ ટ્રેડિંગના આરોપનો પુરાવો કોંગ્રેસ ધારાસભ્યએ કરેલો છે. સબગઢથી કોંગ્રેસ વિધાનસભ્ય બેજનાથ કુશવાએ એક વાતમાં ખુલાસો કર્યો છે કે બીજેપી દ્વારા તેમને ખરીદવાની વાત કરવામાં આવી હતી. તેમણે જાહેરમાં જ નરોતમ મિશ્રા અને વિશ્વાસ સારંગનું નામ લીધુ હતું.

બેજનાથનું કહેવું છે કે ચૂંટણી પરિણામ આવ્યા પછી તેમના એક મિત્રે તેમની સાથે એક સ્થળે લઈ ગયો હતો. ત્યાં નરોતમ મિશ્રા અને વિશ્વાસ સારંગ હાજર હતા. કુશવાહનું કહેવું છે કે ભાજપના બંને નેતાઓએ તેમને ખુલ્લામાં કહ્યું હતું કે તેઓ તેમની ગરીબી દૂર કરી દેશે. તમારી જીંદગી બદલી નાખશું, મિનિસ્ટ્રી પણ આપશું. બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મળાવશું. જેટલા પૈસા માગશો તેટલા પૈસા ચૂકવવામાં આવશે. કુશવાહનું કહેવું છે કે વિધાયક બાબુ જંડેલએ મારો સંપર્ક ભાજપના નેતાઓ સાથે કર્યો હતો અને આ પ્રકારની ખુલ્લી ઓફર કરી હતી.

તેમણે આગળ કહ્યું કે મેં આ સમગ્ર ઘટનાની માહિતી સી.એમ. કમલનાથ અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને આપી દીધી હતી. કુશવાહનું કહેવું છે કે હું મારા પક્ષ પ્રત્યે પ્રતિષ્ઠા રાખું છું. અત્યાર સુધી જે કંઇ મળ્યું તે મને કોંગ્રેસ દ્વારા મળ્યું છે. જો બીજેપી મને અબજો રૂપિયા આપે તો પણ હું વેચાઈશ નહિ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter