GSTV

VIDEO: વિરાટે ધોનીને કહ્યું-તમે હમેશા રહેશો અમારા કેપ્ટન

Last Updated on August 31, 2017 by

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 300 વન ડે ક્રિકેટરોની કલબમાં સામેલ થવા પર ટીમ તરફથી સ્મૃતિ ચિહ્નન ભેટ આપી હતી. કોહલીએ કહ્યું કે, તમે હમેશા અમારા કેપ્ટન બની રહેશો. ઉલ્લેખનીય છે કે, ચોથી વનડેમાં ભારતે યજમાન શ્રીલંકાને 168 રનના વિશાળ અંતરથી હરાવી પાંચ વન ડે મેચની સિરીઝમાં 4-0થી સરસાઇ બનાવી છે.

ધોની શ્રીલંકા સામે ચોથી વન ડેમાં ઉતરતાની સાથે જ 300 વન ડે મેચ રમનાર ભારતનો છઠ્ઠો અને દુનિયાનો 20મો ખેલાડી બન્યો હતો. મેચ પહેલા ભારતીય ટીમ તરફથી ધોનીનું સન્માન કરાયું હતું. ટીમના કેપ્ટન કોહલીએ ધોનીને સ્મૃતિ ચિહ્નન ભેટ આપ્યું હતું. આ તકે કોહલીએ કહ્યું કે, અમે તમામ ખેલાડીઓમાંથી 90 ટકાએ તમારી કપ્તાનીમાં અમારી કરિયર શરૂ કરી હતી. તમને આ સ્મૃતિ ચિહ્નન આપતા મારા માટે સન્માનની વાત છે. તમે હમેશા અમારા કપ્તાન રહેશો.

ઉલ્લેખનીય છે કે, ધોનીએ પોતાની આ 300મી વન ડે મેચમાં અણનમ 49 રનની ઇનિંગ્સ રમવાની સાથે અણનમ રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો ઉપરાંત વિકેટ પાછળ ત્રણ કેચ પણ ઝીલ્યા હતા.

Related posts

કામની વાત/ શું તમે પણ બનાવવા માંગો છો આધાર કાર્ડ? બદલાઇ ગયા છે આ નિયમો, ચેક કરી લો ડિટેલ્સ

Bansari

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!