GSTV

કોઈપણ પાક હોય પણ ઉત્પાદનના દોઢા ભાવ મેળવવા છે તો આ પ્રકારે કરો ખેતી, 5.78 લાખ ખેડૂતો કરે છે

Last Updated on December 16, 2019 by Mayur

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહ્વાન રંગ લાવવા લાગ્યું છે. દેશના 5.78 લાખ ખેડૂતો (Farmers)એ તેમના બતાવેલા રસ્તા પર ચાલીને કમાણી કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ‘ઝીરો બજેટ ખેતી’ (Zero Budget Natural Farming)ની, જેના દ્વારા ખેડૂતો પોતાની રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા સંપૂર્ણપણે દૂર કરીને પર્યાવરણ અને આરોગ્યના સારું રાખવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ મિશનમાં આંધ્રપ્રદેશ અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં 5.23 લાખ ખેડુતો આ મિશનમાં જોડાયા છે. જ્યારે કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને કેરળ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. બાકીના રાજ્યોની આ મામલે શૂન્ય કામગીરી છે. ‘ઝીરો બજેટ ખેતી’ ખેતીને પ્રોત્સાહન આપવાનું મોદી સરકારનો ઉદ્દેશ એ છે કે, ખેડુતોએ કોઈપણ પાક ઉગાડવા માટે કોઈપણ પ્રકારની લોન લેવી પડશે નહીં. આનાથી ખેડૂત દેવાથી મુક્ત થશે અને આત્મનિર્ભર બનશે. ઝીરો બજેટ ખેતી હેઠળનું ઉત્પાદન મોંઘાભાવે વેચાશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.

કયા રાજ્યમાં કેટલા વિસ્તારમાં કુદરતી ખેતી

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) હેઠળ આંધ્રપ્રદેશમાં ખેડુતો પ્રથમ નંબરે રહી મહત્તમ 2.03 લાખ હેક્ટરમાં વાવેતર કરી રહ્યા છે. બીજા નંબરે કર્ણાટકમાં 19609 અને ત્રીજા સ્થાને હિમાચલ પ્રદેશમાં 1512 હેક્ટરમાં આવી ખેતી શરૂ થઈ છે. કૃષિ નિષ્ણાંતો કહે છે કે જો આંધ્રપ્રદેશમાં ખેડુતો આ ખેતીમાં રસ દાખવી રહ્યા છે, તો તેનું એક કારણ છે. સરકારે તેના પ્રમોશન માટે 280.56 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

ઝીરો બજેટ ખેતી માટે કાર્ય

  • ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) મોડીપુરમ, પંતનગર, લુધિયાણા અને કુરુક્ષેત્રમાં બાસમતી/બરછટ ચોખા અને ઘઉંમાં ઝીરો બજેટ કુદરતી ખેતીના મૂલ્યાંકન માટે એક અભ્યાસ શરૂ કર્યો છે.
  • હિમાચલ પ્રદેશમાં મે 2018થી ‘પ્રાકૃતિક ખેતી ખુશાલ કિસાન’ યોજના ચાલી રહી છે.
  • કર્ણાટકની બાગાયતી યુનિવર્સિટીઓ દ્વારા રાજ્યના 10 પ્રદેશોમાંના દરેકમાં 2000 હેકટરમાં ઝેડબીએનએફ પર પાયલોટ ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • કેરળના ખેડૂતો આ ઝીરો બજેટ ખેતીમાં રસ દાખવે તે માટે ઝેડબીએનએફ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, તાલીમ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

નિષ્ણાતો શું કહે છે?

કૃષિ નિષ્ણાતો ઝીરો બજેટની ખેતીમાં વહેંચાયેલા છે. પ્રખ્યાત કૃષિ અર્થશાસ્ત્રી દેવીન્દર શર્મા કહે છે કે, ખેતીનું આ મિશન યોગ્ય દિશામાં જઈ રહ્યું છે. આ મિશનમાં બે વર્ષમાં જ 5.78 લાખ ખેડુતો જોડાયા તે એક મોટી વાત છે. આ ખેતી ખેડૂતને ખુશ કરશે જ્યારે આ ખેતી દ્વારા થયેલું ઉત્પાદન ખાનારાઓનું આરોગ્ય રહેશે. જ્યારે રાષ્ટ્રીય કિસાન સંઘના સ્થાપક સભ્ય આર.કે.આનંદ આ ખેતીને વ્યવહારિક માનતા નથી. તેમનું કહેવું છે કે, આ ખેતીનું નામ લેવું ખૂબ સરસ છે પરંતુ તેનાથી ઉત્પાદનમાં ઘટાડો થશે.

ઝીરો બજેટ ખેતી એટલે શું ?

ઝીરો બજેટની કુદરતી ખેતી ગોબર અને ગૌમૂત્ર પર આધારિત છે. આ પધ્ધતિથી ખેડુતોને બજારમાંથી કોઈપણ પ્રકારના ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવાની જરૂર નથી. રાસાયણિક ખાતરને બદલે ખેડુતો પોતે ગોબરમાંથી ખાતર તૈયાર કરે છે. આવી ખાતર ગાય-ભેંસના છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ, માટી અને પાણીમાંથી બનાવી શકાય છે. આમાં લીમડો અને ગૌમૂત્રનો ઉપયોગ થાય છે.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!